Abtak Media Google News

સ્કૂલે જતા ૧૬ વર્ષના સગીરનું સરનામું પુછવાના બહાને ઘેની પદાર્થ સુઘાડી અપહરણ કરી લીંબડી નજીક ફેંકી દીધો

પોલીસે  સીસીટીવી  કેમેરા અને જાણ ભેદુ હોવાની આશંકા સાથે અપહરણકારોનું પગેરૂ  દબાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ચોરી લુંટ, મારામારી અને અપહરણના ગુનાઓથી ગુનાખોરીનો આંક શેરબજારના સેન્કેસની જેમ સડસડાટ વધી રહ્યો છે. ત્યારે ચુડામાં એક સપ્તાહમાં બે અપહરણના બનાવોથી ચુડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જેમાં ગઇકાલે શાળાએ જતા માસુમ બાળકને કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ધેની પદાર્થ ધુસાડી અપહરણ કરી લીબડી પાસે ફેંકી દીધા ચુડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સ્ટાફે અપહરણકારોનું પગેરુ દબાવવા સીસી ટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડાના ભુતનાથ ચોક નજીક ભાષ શેરીમાં રહેતા હાજીભાઇ ઉસ્માનભાઇ જરગેલા નામના ૪૦ વષીય ખેડુતનો ૧૬ વર્ષીય પુત્ર સજાદનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ અજાણ્યા શખ્સોએ સરનામુ પુછાવાના બ્હાને ધેની પદાર્થ સુધાડી અપહરણ કરી લીંબડી નજીક ફેંકી દીધાની ચુડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની જાણ ચુડા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.કે. જાડેજા સહીતના સ્ટાફને થતાં દોડી જઇ પ્રાથમિક તપાસમાં સજાદ જોરાવરપરા સરકારી દવાખાના પાસે આવેલી એક લવ્ય સ્કુલમાં ધો.૧૧ માં અભ્યાસ કરે છે અને સ્કુલે અભ્યાસ માટે સવારે ઘરેથી નીકળ્યો હતો. અને નવ વાગ્યે  સજાદના દાદાના મોબાઇલ ફોનમાં હર્ષદભાઇ ગેરેજ વાળાનો ફોન આવેલો અને સજાદ ગભરાયેલ હાલતમાં બેઠો છે.તુરંત પરિવારજનો દોડી ગયા હતા. અને સજાદને પુછતા તેણે જણાવ્યું હતું કે સ્કુલે ચાલીને જતો હતો અને મહાલક્ષ્મી મંદિર પાસે પહોચ્યો ત્યારે સફેદ કલરની કાર ઉભી રહી લાલીયાદ-લીયાદ જવું છે. તેમ પુછી માસુમ બાળકને ધેની પદાર્થ સુઘાડી કારમાં અપહરણ કરી લીંબડી તરફ જતા યોગી પેટ્રોલ પંપ પાસે નાળામાં નાખી દીધાનું જણાવ્યું હતું .હું ભાનમાં આવ્યો ત્યારે સ્કુલ બેગ, ચશ્મા અને પગમાં ચંપલ ન હતા અને અજાણ્યા સ્કુટરમાં બેસીને આવ્યો હતો.પી.એસ.આઇ. જી.કે. જાડેજા સહીતના સ્ટાફે નાશી છુટેલા અપહરણકારો એ બાળકનું શું કામ અપહરણ કર્યુ તેમજ અપહરણ કારોનું પગેરું દબાવવા સીસી ટીવી કુટેજ અને બાતમી દ્વારાની મદદ તેમજ અપહૃત ના પરિવારને કોઇ સામે દુશ્મનાવટ કે કોઇ જાણભેદુ હોવાની શંકા સાથે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે. તેમજ ચુડામાં એક સપ્તાહમાં બે અપહરણના બનાવથી ગ્રામજનો માં ફફડાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.