રાજકોટમાં રમાતા રણજી ટ્રોફીના બે મેચ મેઘાલય સામે પ્રથમ દિવસે જ કેરેલાને 57 રનની લીડ

ગુજરાત સામેની મેચમાં એમ.પી.નો સ્કોર 7 વિકેટે ર35 રન

અબતક, રાજકોટ

ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ખાતે હાલ રણજી ટ્રોફી 2021-22 ના બે મેચ રમાઇ રહ્યા છે. જેમાં મેચના પ્રથમ દિવસે જ મેઘાલય સામે કેરેલાની ટીમે પ7 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે. જયારે બીજી મેચમાં મઘ્યપ્રદેશની ટીમે પ્રથમ દિવસે સાત વિકેટ ગુમાવી 235 રન બનાવ્યા છે.

એસસીએના ગ્રાઉન્ડએ ખાતે રમાઇ રહેલા મેચમાં ગુજરાતના સુકાનીએ ટોચ જીતી પ્રથમ  ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો મઘ્યપ્રદેશની ટીમે પ્રથમ દિવસના અંતે 88 ઓવરના અંતે સાત વિકેટના અંતે 235 રન બનાવી લીધા છે. શુભમ શર્માએ 92 રન બનાવ્યા હતા. ગ્રાઉન્ડ સી ખાતે રમાય રહેલા અન્ય એક મેચમાં કેરેલાના સુકાની ટોચ જીતી પ્રથમ ફિલ્મીંગ પસંદ કરી. મેઘાલયની ટીમ પ્રથમ દિવસે માત્ર40.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેપ્ટન પુનીત એ 93 રન ફટકાર્યા હતા પ્રથમ દિવસના અંતે કેરેલાની ટીમે એક વિકેટના ભોગે 205 રન બનાવી 57 રનની લીડ હાંસલ કરી લીધી છે.