Abtak Media Google News

હોટસ્પોટ જંગલેશવરમાં ૧૦ દિવસ પહેલા પોઝિટિવ આવેલા યુવાનના સંક્રમણી વધુ બે વ્યક્તિ કોરોનાગ્રસ્ત

જૂનાગઢમાં એક સાથે પાંચ કોરોનાના સંક્રમણમાં : મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વધુ એક-એક કોરોના પોઝિટિવ

રાજકોટમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે થોડા દિવસના વિરામ બાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ૧૦ દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવેલા યુવાનના સંપર્કમાં આવતા એક ૩૩ વર્ષના યુવતી અને ૪૦ વર્ષના આધેડને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે જૂનાગઢમાં ગઈ કાલે કેશોદમાં ત્રણ પોઝિટિવ કેસ અને શહેરમાં બે પોઝિટિવ કેસ સાથે એક સાથે પાંચ કોરોનાગ્રસ્ત રિપોર્ટ આવ્યા છે. જ્યારે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત રહ્યો છે.મોરબીમાં મુંબઇથી આવેલા વૃદ્ધા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અને સુરેન્દ્રનગરમાં વઢવાણમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા પોતાના વતન પરત ફરવાની મંજૂરી મળી છે ત્યારે કોરોનાના એપિસેન્ટરના મહાનગરો અને રાજ્યની બહારથી આવતા લોકોની સંખ્યા વધતા ગ્રામ્ય વિસ્તારમાં હોવી કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. રાજકોટમાં ગઈ કાલે જસદણ અને આટકોટમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ગઈ કાલે જસદણમાં મુંબઇથી પરત ફરેલા મંજુબેન નામના ૫૦ વર્ષના પ્રોઢાના સેમ્પલ મેળવી રિપોર્ટ રિપોર્ટ કરવામાં આવતા તેઓને કોરોના પોઝિટિવ આવતા જસદણની સિવિલહોસ્પિટલમાં આઇશોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે આટકોટમાં પણ અમદાવાદથી મંજૂરી મેળવી શ્રીનાથજી પેટ્રોલ પંપ પાસે વતન પરત ફરેલા અશોકભાઈ કાનજીભાઈ ભાદાણી નામના યુવાને પણ કોરોના પોઝિટિવ આવતા આટકોટમાં પણ કોરોનાએ આફત મચાવાનું શરૂ કર્યું છે.

ઘણા દિવસોના વિરામ બાદ રાજકોટ શહેરના કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર થયેલા જંગલેશર વિસ્તારમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ૧૦ દિવસ પહેલા જંગલેશ્વર વિસ્તારોમાં પોઝિટિવ આવેલા મુસભાઈના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઇન કરી સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ ફરી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રેશ્માબેન અશરફ ઠેબા નામના ૩૩ વર્ષના મહિલા અને મહમદભાઈ હનીફભાઈ રજાક ઠેબા નામના ૪૦ વર્ષના આધેડ બન્નેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં અત્યાર સુધી શહેરી વિસ્તારમાં કુલ ૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી ૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી જંગલેશ્વરમાં માત્ર ૭૦ જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. અને હાલ ૧૫ લોકો હજુ આઇશોલેસન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ગ્રામ્યમાં અત્યાર સુધી ધોરાજી. ગોંડલ. જેતપુર બાદ આટકોટ અને જસદણ સહિતના ગામોમાં કુલ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો હોય તેમ બહારગામથી આવતા લોકોની સંખ્યા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહ્યા છે. ગઈ કાલે બપોર સુધી કેશોદમાં એક જ પરિવારના ત્રણ પોઝિટિવ અને અન્ય એક સહિત જૂનાગઢમાં પણ ૪૦ વર્ષના યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જૂનાગઢમાં મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ટીબી ની સારવાર લઈ રહેલા યુવાનને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કેશોદમાં મુંબઇથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં ગઈ કાલે એક સાથે ૫ પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.

મોરબીમાં પણ આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ઘરોનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના ૬૦ વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર એલર્ટ થયું છે. પોઝિટિવ કેસની વિગતો જાહેર થતા વેંત જ એસપી ડો.કરનરાજ વાઘેલા, આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરા, ડે. કલેકટર ખાચર, ડો.વારેવડીયા, મામલતદાર, એલસીબી પીઆઇ, એ ડિવિઝન પીઆઇ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓએ સ્થાનિક ઘરોનો સર્વે પણ શરૂ કરી દીધો છે.

મોરબીમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ સ્થાનિકોએ આરોગ્ય વિભાગ ઉપર આક્ષેપો કર્યા છે કે કોરોનાગ્રસ્ત વૃધ્ધા છેલ્લા બે દિવસથી બીમાર હતા. આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ આવ્યું ન હતું. અને અંતે આ વૃધ્ધાને હોસ્પિટલે જાતે જવાની ફરજ પડી હતી. મોરબીના વાવડી રોડ ઉપર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના ૬૦ વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વૃધ્ધા મુંબઈ તેમના દીકરાના ઘરે ગયા હતા. બાદમાં લોકડાઉન થતા ત્યાં ફસાઈ ગયા હતા. જો કે ત્યાં તેઓ એકલા જ ગયા હતા. બાદમાં છૂટ મળતા મંજૂરી મેળવીને તેઓ પરત મોરબી ફર્યા હતા. તેમની સાથે અન્ય ચારથી પાંચ લોકો પણ હતા. અહીં આવ્યા બાદ આ વૃધ્ધાને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જો કે અહીંના સ્થાનિકોએ જણાવ્યું કે વૃધ્ધાને ક્વોરોન્ટાઇન કર્યા બાદ આરોગ્ય વિભાગે તેઓની કોઈ દરકાર લીધી ન હતી. છેલ્લા બે દિવસથી આ વૃધ્ધા બીમાર હતા. તે અંગે જાણ કરવા છતાં આરોગ્ય વિભાગ આવ્યું ન હતું. અંતે વૃધ્ધાને જાતે જ હોસ્પિટલમાં જવું પડ્યું હતું. અને ત્યાં તેઓનું પુલિંગ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

સુરેન્દ્રનગરમાં પણ કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત રહ્યો છે. વઢવાણ તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. વઢવાણમાં રહેતા મહાવીરભાઈ ઘનશ્યામભાઈ સોલંકી નામના ૧૯ વર્ષના યુવાનને કોરોનાનો ચેપ લાગતા તેને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ લખતરમાં પણ લતાબેન સમીરભાઈ બુટીયા નામના મહિલાને કોરોનાના લક્ષણ જણાતા તેઓના રિપોર્ટ કરાવતા મહિલા પણ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને શહેરમાં ૧૯ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

રાજકોટ જેલના કાચા કામના કેદીને કોરોના લક્ષણ: આઇસોલેશન કરાયો

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતું. રાજકોટ જેલમાં મોટી સંખ્યામાં કાચા અને પાકા કામના કેદીઓ હોવાથી કેદીઓ કોરોનાની ઝપટમાં ન આવે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે કાચા કામના કેદી અજીતસિંહ બળવંતસિંહ રાઠોડ પાસા હેઠળ જેલ હવાલે કરાયા બાદ તે છેલ્લા ચારેક માસથી રાજકોટની જેલ હવાલે થયો છે. અજીતસિંહ રાઠોડની તબીયત લથડતા તેને કોરોનાના લક્ષણ જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. રાજકોટ જેલમાં કોરોનાનો વાયરસ પહોચતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

અમેરિકામાં જૂનાગઢના આશાસ્પદ યુવાનનું કોરોનાથી મોત

Img 20200523 Wa0007

પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરતભાઈ કાંબલિયા અને ભાજપ અગ્રણી નિરૂબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાના અવસાનથી શોક

માજી ધારાસભ્ય સ્વ.ભરતભાઈ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મનપાના પૂર્વ ડે.મેયર નિરુબેન કાંબલિયાના સુપુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલિસ શહેર ખાતે શુક્રવારે કોરોનાની બીમારી ના કારણે દુ:ખદ અવસાન યેલ છે,

સ્વ. આનંદભાઈ કાંબલિયા લોસ એન્જલીસ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સો રહેતા હતા અને એક ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ એક સપ્તાહ પહેલા વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઇરસના સંક્રમણના શિકાર બન્યા હતા, અને તેને લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ ગઈ કાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરતભાઈ કાંબલિયા અને ભાજપ અગ્રણી નિરુબેન કાંબલિયા ના સુપુત્ર આનંદભાઈ કાંબલિયા દુ:ખદ અવસાન તાં કાંબલિયા પરિવારમાં આક્રંદ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.