Abtak Media Google News

બેસવાનું કહેતા હુમલો કરી બંને મુસાફરો ફરાર

શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ પાસે બે મુસાફરોએ એસ.ટી.ના કંડકટર અને ડ્રાઈવર પર હુમલો કરી નાસી ગય હતા. પોલીસે બંને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અંગે પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ પર નરોડા જતી એસ.ટી. બસમાં બેઠેલા બે મુસાફરોને બેસવાનું કહેતા કંડકટર સાથે ઝઘડો કરતા એસ.ટી.ના ડ્રાઈવર લક્ષમણભાઈ ભીખાભાઈ રામ છૂટા પડાવા જતા બંને શખ્સોએ ડ્રાઈવર લક્ષ્મણભાઈ પર પણ હુમલો કર્યો હતો.

બંને શખ્સોએ કંડકટર અને ડ્રાઈવર લક્ષ્મણભાઈ પર હુમલો કરતા લક્ષ્મણભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને શખ્સો હુમલો કર્યો બાદ જી.જે. ૩ કે.જી. ૬૪૪૬ નંબરની બાઈકમાં ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ બંને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.