Abtak Media Google News

અત્યાધુનિક ટેકનોલોજીયુકત બે નવનિર્મિત ઓડિટોરીયમથી વીવીપીના વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યાન તથા તકનીકી જ્ઞાન સુલભ બનશે

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડિગ્રી ઈજનેરી કોલેજ તથા ઈન્ડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ જેનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર વી.વી.પી. ઈજનેરી કોલેજ ૨૩ વર્ષનાં સમયગાળામાં ગુજરાત તથા દેશની અગ્રગણ્ય ઈજનેરી કોલેજમાં પોતાનું સ્થાન અંકિત કરી ચુકી છે.

Advertisement

વી.વી.પી.નાં પ્રાંગણમાં ૧૫૦૦થી વધુ બેઠકોની ક્ષમતા ધરાવતા વી.વી.પી.નાં પ્રાંગણમાં ૧૫૦૦થી વધુ બેઠકોની ક્ષમતા ધરાવતું ઝવેરચંદ મેઘાણી કલાભવન ઓડીટોરીયમ વી.વી.પી. તથા સમગ્ર ગુજરાતની શાન છે. હવે વી.વી.પી. ઈજનેરી કોલેજનાં સંકુલમાં બે ઓડીટોરીયમનું અત્યાધુનિક ટેકનોલોજીયુકત નવનિર્મિત ઓડીટોરીયમોનું ઉદઘાટન ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અંજલીબેન વિજયભાઈ રૂપાણીનાં હસ્તે તા.૨૦/૭/૨૦૧૯ને શનિવારનાં રોજ કરવામાં આવનાર છે.

તેના વિશે વિશેષ માહિતી આપતા સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, આર્કીટેકચર કોલેજનાં નિયામક કિશોરભાઈ ત્રિવેદી તેમજ વી.વી.પી.નાં પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે જણાવ્યું હતું કે, વી.વી.પી.કોલેજમાં પી.ડી.ચિતલાંગીયા ઓડીટોરીયમ તેમજ સ્વ.આશિષભાઈ પ્રવિણભાઈ મણીઆર નવનિર્મિત ઓડિટોરીયમમાં મલ્ટી-મીડીયા પ્રોજેકટર, સ્ક્રીન, એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમ, પુશ બેક ચેર, સંપૂર્ણ વાતાનુકુલીત વ્યવસ્થા ધરાવતા ૧૯૪ બેઠકો તથા ૧૨૦ બેઠકો સાથેના આ બે ઓડીટોરીયમો ૧૯૦૦ તથા ૧૪૫૦ સ્કવેર ફીટમાં પથરાયેલ બન્ને ઓડીટોરીયમ થકી વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યાન તથા તકનીકી જ્ઞાન સુલભ બનશે. વી.વી.પી.નું સંપૂર્ણ કેમ્પસ વાયરલેસ ઈન્ટરનેટ કનેકશન વાઈ-ફાઈની સુવિધાથી સુસજજ હોય આ બે ઓડીટોરીયમ થકી દેશ-વિદેશનાં નામાંકિત પ્રાઘ્યાપકોનાં એકસપર્ટ લેકચરનું આયોજન પણ થઈ શકશે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ, મલ્ટી-મીડીયા પ્રોજેકટર તથા એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમના સુભગ સમન્વય દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈજનેરી શિક્ષણ માત્ર અભયાસક્રમ અને પુસ્તકો પુરતું મર્યાદિત ન રહેતા આધુનિક ટેકનોલોજી આવિષ્કાર જ્ઞાનથી પણ વિદ્યાર્થીઓ સુસજજ થશે.

ઉલ્લેખનીય છે કે, ‘રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ-મારું બધુ જ મારા રાષ્ટ્રને અર્પણ’ મૂળમંત્ર સાથે કાર્યરત વી.વી.પી. ઈજનેરી કોલેજ ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન કરી રહી છે. વી.વી.પી. શ્રેષ્ઠ શિક્ષણ શ્રેષ્ઠ એડમીશન, શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અને શ્રેષ્ઠ પરિણામ સાથે સમાજને સારા અને સનિષ્ઠ નાગરિક, કુશળ ઈજનેરી જ્ઞાન, પ્રાવીણ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા ઈજનેરોની ફોજ રાષ્ટ્રના ચરણોમાં અર્પણ કરી અર્વાચીન ગુરુકુળની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વી.વી.પી.નાં મીકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમીકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, બાયોટેકનોલોજી, સીવીલ તથા નેનો ટેકનોલોજી વિભાગ પી.એચ.ડી. અને માસ્ટર ડિગ્રી ધરાવતા પ્રાઘ્યાપકો, અદ્યતન લેબોરેટરી, કોમ્પ્યુટર સેન્ટર તેમજ અદ્યતન નોલેજ સેન્ટર (લાઈબ્રેરી)થી સુસજજ છે. વી.વી.પી. સંકુલ શૈક્ષણિક, સહ-શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સ્પોર્ટસ સુવિધાઓમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આ સુવિધાઓ ઉપરાંત બે ઓડીટોરીયમનો ઉમેરો થતાં વી.વી.પી.ની યશકલગીમાં સુવર્ણપંખ ઉમેરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.