Abtak Media Google News

જુની અદાવતના કારણે બળજબરીથી બાઇક પર ઉઠાવી ખોખડદળના પુલ પાસે લઇ જઇ પાઇપથી માર્યો માર

શહેરમાં રણુજા સોસાયટીમાં રહેતા યુવાનને ચાર શખ્સોએ અપહરણ કરી હુડકો પાસે લઇ જઇ માર માર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મિત્ર સાથે અણગમો રહેતા અપહરણ કર્યાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણુજા સોસાયટીમાં રણુજા મંદીર પાસે રહેતો મનીષ દિપકભાઇ ધોરીયા નામના રપ વર્ષીય યુવાનને તેના જ મિત્ર ભપલુ ગઢવી, દિવ્યેશ પટેલ સહીત ચાર શખ્સોએ પોતાના વાહનમાં અપહરણ કરી ખોખડદળના પુલ પાસે લઇ જઇ ધોકા પાઇપ વડે માર મારતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં પોલીસે યુવાનની ફરીયાદ પરથી બે શખ્સો સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.