Abtak Media Google News

જુનાગઢ આરઆર સેલે કટીંગ વેળાએ ત્રાટકીને ૯૦૯ પેટી શરાબ અને બે વાહનો મળી રૂ ૬૭.૭૩ લાખનો મુદામાલ કબજે પિતા-પુત્ર સહીત ત્રણને શોધખોળ

ભેંસાણના ખારચીયાની સીમમાં આજે વહેલી સવારે વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલા આરઆર સેલ અને આઇજીપીની સ્ટ્રાઇકિંગ  ફોસે ખાબકીને વાડીમાંથી રૂ ૪૩.૬૩ લાખનો ૯૦૯ પેટી દારુ અને બે શખ્સોની રૂ ૬૭.૭૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરતા બેટલેગરોમાં હલચલ મચી ગઇ છે.

Advertisement

કાઠી દરબાર બાવા નાના વાંકની વાડીના રૂમમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી આરઆર સેલના સંજય દેવરેને મળતા તેઓએ આઇજીપી સુબાધ ત્રિવેદીને જાણ કરેલ અને ત્રિવેદીની સુચનાથી આરઆર સેલના પીએસઆઇ ડી.બી.પીઠીયા સ્ટાફના સંજય દેવરે, સોમાભાઇ રેવર, ગીરીરાજસિંહ, પદુભા તેમજ આઇજીપીની સ્ટ્રાઇકિંગ ફોર્સના રોહિતસિંહ, નિલેશ ચૌહણ, પિન્ટુભાઇ વગેરેનો કાફલો વહેલી સવારે ખાબકયો હતો.

આ કાર્યવાહીસમાં પોલીસે એચઆર ૭૩ ૬૭૪૫ નંબરના ટ્રકમાંથી બાવા નાના વાંકની વાડીના મકાનમાં દા‚ ઉતારવામાં આવતો હતો. આરઆર સેલના કાફલાઓ વાડીના મકાનમાંથી અને ટ્રકમાંથી રૂ ૪૩,૬૩,૨૦૦ ની કિંમતનો ૯૦૯ પૈકી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. સ્થળ પરથી પોલીસે દારુની ડીલીવરી લેવા આવેલ સ્વીફટ કાર બોલેરો અને ટ્રક સહીત કુલ રૂ ૬૭,૭૨,૨૦૦  ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

દારુના જથ્થા સાથે જુનાગઢના પ્રદિપના ખાડીયામાં રહેતા વિજય કાનજી સોલંકી અને ટ્રક ડ્રાઇવર મુખ્તારસિંઘ કાશ્મીરસિંધની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દારૂનો જથ્થો જુનાગઢના કડીયાવાડમાં રહેતા કિશન સોંદરવા અને તેનો પુત્ર સન્ની તેમજ બાવા નાનાભાઇએ મંગાવ્યો હતો. આ શખ્સો નાસી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.