Abtak Media Google News

આવક, જાતિ, કીમીલેયર, સહિતના દાખલા માટે વઢવાણ સુધી ધકકા આવા નહીં પડે

તમામ જરૂરી ડો્યુમેન્ટ માટે વઢવાણ મામલતદાર કચેરી મા નીકળતા હોવાથી અરજદારો ને લાબી લાઈનો મા કલાકો સુધી લાઈનો મા ખડે પગે રહેવું પડતું હતું ત્યારે તંત્ર દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકોને આવક, જાતી, ક્રીમીલેયર સહીતના દાખલાઓ કઢાવવા માટે શહેરમાં મામલતદાર કચેરી કાર્યરત કરાશે તેવી જાહેરાત કરવામાં આવતા લોકો મા આનદ ફેલાયો હતો.

Advertisement

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકોને આવક, જાતી, ક્રીમીલેયર સહીતના દાખલાઓ કઢાવવા માટે વઢવાણ મામલતદાર કચેરી સુધી જવું પડતું હતુ઼. ત્યારે સરકાર દ્વારા ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકા વિસ્તાર માટે શહેરમાં નવી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગરનો પણ સમાવેશ કરવામાં આવતા શહેરમાં મામલતદાર કચેરી કાર્યરત કરાશે.

રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને વહીવટી પ્રક્રીયા ઝડપથી સરળ અને નજીકના અંતરે મળી રહે તે માટે ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી ૧૮ નગરપાલિકા વિસ્તાર માટે હાલની મામલતદાર કચેરીનું વિભાજન કરી શહેરી વિસ્તાર માટે નવી મામલતદાર કચેરી કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગર શહેરનો પણ સમાવેશ થયો છે. સુરેન્દ્રનગર શહેરમાં વસતા લોકોને આવક, જાતીના દાખલા, ક્રીમીલેયર સર્ટીફીકેટ સહીતના દાખલાઓ લેવા માટે ૮ કિલોમીટર દુર વઢવાણ સુધી જવું પડતું હતું. ત્યારે સરકાર દ્વારા શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરી શરૂ કરવા માટેના ઠરાવને મંજૂરીની મહોર મારતા લોકોની આ મુશ્કેલીનો અંત આવશે. આ મામલતદાર કચેરીમાં મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર, અને કારકુન સહીતની જગ્યા ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.