Abtak Media Google News

રાજયભરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તોડફોડ કરી ચોરી કરતી રાજસ્થાની ગેંગના બે શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રૈયાધાર પર મારવાડીનગરમાં રહેતા બંને રાજસ્થાની શખ્સોએ રાજકોટમાં ચાર, સુરતમાં પાંચ, ટંકારામાં બે, વડોદરામાં ત્રણ, વાંકાનેરમાં એક,, ભરુચ એક અને અંકલેશ્ર્વરમાં એક એટીએમમાં તોડફોડ કર્યાની કબુલાત આપી છે. કલર કામની મજુરી દરમિયાન એસબીઆઇના એટીએમની રેકી કરી રાત્રે પોતાના એટીએમથી રૂા.500 થી 1000 ઉપાડે તે દરમિયાન વાય આકારનું લોખંડનું ઓઝાર એટીએમનાં ફસાવી દીધા બાદ અન્ય કોઇ એટીએમથી પૈસા ઉપાડવા આવે ત્યારે તેના ખાતામાં રકમ ડેબીટ થતી પણ પૈસા બહાર ન નીકળતા ત્યાર બાદ એટીએમમાં જઇને તેઓ અન્યના ખાતામાં ડેબીટ થયેલી રકમ વાય આકારના ઓઝારની મદદથી બહાર કાઢી ચોરી કરતા હોવાની કબુલાત આપી છે. એટીએમમાં તોડફોડ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.

રાજકોટમાં એક જ માસમાં ચાર એટીએમમાં નુકસાન કરી ચોરીનો પ્રયાસ કર્યો:  એસબીઆઇના એટીએમને ટાર્ગેટ બનાવતા ક્રાઇમ બ્રાન્ચે બાઇક, રોકડ અને મોબાઇલ મળી રૂા.70 હજારનો મુદામાલ કબ્જે કર્યો: બે સાગરીતની શોધખોળ

દિવાળીના તહેવારો દરમિયાન એરપોર્ટ ફાટક નજીક આવેલું એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ થયોહતો.જેઅંગેપ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે આજ સુધી આ ગુનો અનડિટેકટ હતો. તાજેતરમાંજ ભક્તિનગર, ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-2 પોલીસ મથકની હદમાં આવેલા એસબીઆઈના ત્રણ એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જે અંગે ગત શનિવારે અને રવિવારે ફરિયાદો નોંધાઈ હતી. સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન એએસઆઈ રાજદિપસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહઝાલાને મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ વાય.બી. જાડેજા અને પીએસઆઈ એન.ડી. ડામોરે એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર રાજસ્થાનની ટોળકીના બે સભ્યો બલવીર ઉર્ફે બીરબલ ચંપારામ ચૌહાણ (ઉ.વ.34, રહે. ગામ જશવંતાબાદ, તા. રીયાબડી, જી.નાગોર) અને દિનેશ મદનલાલ ભાટી (ઉ.વ.30, રહે. ગામ કાલેસરા, તા.પીસાંગન, જી. અજમેર)ને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે રોકડા રૂા. 30 હજાર, ત્રણ પતરાના ટુકડા, ત્રણ એટીએમ કાર્ડ, બે મોબાઈલ ફોન અને ચોરાઉ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને આરોપીઓએ રાજકોટના પ્ર.નગર, ભક્તિનગર, ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-2 પોલીસ મથકની હદમાં કુલ ચાર એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે.

આ ઉપરાંત અંકલેશ્વરમાંથી એકબાઈકચોરીની પણ કબુલાત આપી છે. આ ચોરાઉ બાઈકમાં ગુના આચરવા જતા હતા.એટલું જ નહીં સુરતમાં અલગ-અલગ જગ્યાએ કુલ પાંચ એટીએમમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કરી કુલ રૂા.11300 મેળવ્યાની, વડોદરામાં ત્રણ એટીએમમાં ચોરીની કોશિષ કર્યાની, ટંકારામાં પણ બે એટીએમમાં ત્રાટકયાની જેમાંથી રૂા. 7500 મળ્યાની ઉપરાંત વાંકાનેરમાં પણ એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. જે અંગે કોઈ ગુના દાખલ થયા નથી. બંને આરોપીઓની પૂછપરછમાં રાજસ્થાનમાં રહેતા અન્ય બે આરોપીઓ બહાદુર અને સુરજ ચૌહાણનું નામ ખુલ્યું છે.

આ બંને આરોપીઓ ભાગી જતાં ક્રાઈમ બ્રાંચે શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલો આરોપી બલવીર 2017ની સાલમાં જોધપુરમાં દૂષ્કર્મના કેસમાં અને ર019માં ટ્રેકટર ચોરીના કેસમાં પકડાયેલો છે. ઝડપાયેલા બંને અને ભાગી ગયેલા બંને આરોપીઓ કોઈપણ શહેરમાં કલર કામની મજુરી કરવાના બહાને જઈ એટીએમમાંથી ચોરીઓ કરતા હતા. આ ટોળકી હાલ રાજકોટમાં રૈયાધારમાં આવેલા મારવાડી મફતીયાપરામાં રહેતી હતી.

ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ પતરાના ટુકડા કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓ એસબીઆઈના એટીએમને જ મુખ્યત્વે નિશાન બનાવતા હતા. તેની પાછળનું કારણ એવું છે કે એસબીઆઈના એટીએમ જે કંપનીના હોય છે તેમાં આરોપીઓના જણાવ્યા પ્રમાણે આસાનીથી ઘાલમેલ થઈ શકતી હતી. જેથી આવા એટીએમમાં જઈ આરોપીઓ પહેલાં પોતાના ખાતામાંથી રૂા.500 કે રૂા.1000 ઉપાડી લીધા બાદ જયાંથી ચલણી નોટો નીકળે છે તે ખાનામાં લોખંડનું વાય આકારનું એક ઓજાર ભરાવી દેતા હતા. જેને કારણે જે પણ ગ્રાહક પછીથી એટીએમમાં પૈસા કઢાવવા જતો ત્યારે તેના ખાતામાંથી રકમ ડેબીટ થઈ જતી હતી. પરંતુ તે રકમ આરોપીઓએ ભરાવી દીધેલા ઓજારને કારણે બહાર નીકળી શકતી ન હતી. આ સ્થિતિમાં ગ્રાહક એટીએમમાંથી બહાર નીકળી ગયા બાદ આરોપીઓ અંદર જઈ ઓજારને બહાર કાઢી રકમ પણ કાઢી લેતા હતા. આરોપીઓએ એરપોર્ટ પાસેનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાયરન વાગી જતાં ભાગવું પડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.