Abtak Media Google News

પોલીસે કલાક પીછો કર્યા બાદ બન્ને બોટને વેરાવળ નજીક પુછપરછ માટે ઉભી રખાઈ

સરહદે ચાલી રહેલા માહોલને લઈ દરિયાકિનારાઓને વધુ સુરક્ષિત બનાવવા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે માંગરોળના દરિયામાં બે બોટ શંકાસ્પદ રીતે જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. માંગરોળથી વેરાવળ તરફ જઈ રહેલી બોટને વેરાવળ નજીક રોકી તેની પુછપરછ કરવામાં આવી હતી.

આ બોટમાં ૨૦ થી ૪૦ જેટલા ખલાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શંકાસ્પદ બોટ તામિલનાડુ અને કેરળની હોવાની ખાતરી થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.જોકે આ સદરહું બોટમાંથી કોઈપણ શંકાસ્પદ ચીજ-વસ્તુઓ મળી ન હતી પરંતુ હાલના સમયના સંજોગો જોતા માંગરોળના ફીશરમેનોએ અવેરનેસ પ્રોગ્રામો કરેલ તે દરમિયાન તમામ ફીશરમેનોને દરીયાઈ વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ હીલચાલ દેખાય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવાનો નિર્ણય લેવાયો. શંકાસ્પદ બોટ માંડવીથી ૧૦ કિમીની દુરી ઉપર હતી.

તપાસણી વખતે બંને બોટને પુછપરછ માટે વેરાવળ લઈ જવામાં આવી હતી. પોલીસે આ બોટનો ૪ કલાક સુધી પીછો કર્યો હતો. બંને બોટોમાં ખલાસીઓ હતા જેના વર્તન ઉપરથી પણ કોઈ શંકાસ્પદ તારણ માલુમ ન પડતા તમામે રાહતનો શ્ર્વાસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.