Abtak Media Google News

૩૦ વર્ષનો યુવાન ખાનગી કામ માટે અને ૨૭ વર્ષનો યુવક દરેડ કારખાનામાં નોકરી કરતો હોય બંને વતન પરત આવ્યાં હતા, બંનેને સારવાર અર્થે ખસેડાયા

જામનગરમાં કોરોનાના વધુ બે આયાતી પોઝીટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના જલગાંવ અને અમદાવાદથી આવેલા બે યુવક કોરોના સંક્રમીત હોવાનું જાહેર થયું છે. ૩૦ વર્ષનો યુવાન ખાનગી કામ માટે અને ૨૭ વર્ષનો યુવક દરેડ કારખાનામાં નોકરી કરતો હોય પરત આવ્યો હતો.શનિવારે અમદાવાદથી આવેલા યુવકની તબિયત લડી હતી તો ઔધોગીક એકમમાં કામ કરતો મજૂર યુવાન હોમ ક્વોરેન્ટાઇન હતો.

Advertisement

જામનગરમાં શનિવારે કોરોનાનો કોઇ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. પરંતુ રવિવારે સાંજે કોરાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે.જો કે, બંને કેસ આયાતી એટલે કે બંને પોઝીટીવ દર્દી અન્ય શહેરમાંથી આવેલા છે. મળતી વિગત અનુસાર અમદાવાદથી ખાનગી કામ સબબ શનિવારે ૩૦ વર્ષના યુવાન આવ્યો હતો. જેને કોરોના લક્ષણ જણાતા જી.જી. હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ રવિવારે પોઝીટીવ આવ્યો હતો. જયારે દરેડમાં ખાનગી કારખાનમાં કામ કરતો અને મહારાષ્ટ્રમાં જલગાંવમાં રહેતો ૨૭ વર્ષનો યુવાન લોકડાઉનમાં વતનમાં ગયો હતો. ત્યારબાદ નોકરી માટે પુન: જામનગર પરત ફરતાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા તેના ઘરમાં હોમ ક્વોરેન્ટાઇન થયો હતો. આ દરમ્યાન તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી બંને યુવાનને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. રવિવારે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ૧૦ થી વધીને ૧૨ પર પહોંચી છે.

જામનગરની જી. જી. હોસ્પિટલમાં શનિવારે સાંજે આવેલા જામનગરના ૪૭ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે રવિવારે સવારે જામનગરના ૨૪, પોરબંદરના ૪૪, દેવભૂમિ દ્વારકાના ૩૮, મોરબીના ૬૮ મળી કુલ આવેલા ૧૭૪ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જો કે બીજી બેચમાં આવેલા જામનગરના ૩૧ દર્દીના રિપોર્ટ બાકી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.