Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં જવાબદારીની ફેંકાફેકી

 જોખમી ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ડોકટરો પંખાના સહારે, દર્દીઓ ફાઇલથી પંખા નાખતા જોવા મળ્યા

એસીમાં કુલીગ બંધ થતાં દર્દીનો શ્વાસ રૂંધાયો, એસીની ટાઢકમાં બેઠેલાં સત્તાધીશો વાસ્તવિકતાથી ઘણા દૂર

“તમે એસીવાળી ઓફિસમાં બેસીને કોવિડ પેસેન્ટ સાથે મસ્તી કરવાનું બંધ કરો, દર્દી અને કોરોના વોરિયર્સ ડોકટરનો શ્વાસ રૂંધાય છે…એસી ઓફિસની બહાર નીકળો અને વાસ્તવિકતા જુઓ…. ચાઇનના બંધ પડેલા એસીઓને રીપેર કરાવો,ઓફિસમાંથી બેઠા બેઠા સંવેદના પાઠવવાનું  બંધ કરો ” આ શબ્દો છે, સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત વૃદ્ધના, જેઓ કોવિડ હોસ્પિટલના ક્ધટ્રોલ રૂમમાં ફોન કરી ઓફિસમાં બેઠેલા ઇન્ચાર્જ અધિક્ષક ડો. પંકજ, ડો મહેન્દ્ર ચાવડા, ડો. કમલ ગૌસ્વામીને ખખડાવી રહ્યા છે.

કોવિડ બિલ્ડિંગમાં છેલ્લા ચાર દિવસથી પ્રથમ માળ થી શરૂ કરી પાંચમા માળ સુધી નાખેલા એસીમાં ટેક્નિકલ ફોન સર્જાવાના કારણે કુલીગ ન થતા કોરોના પોઝીટીવ દર્દી અને કોરોના વોરિયર્સ તબીબી સ્ટાફનો જીવ મુંઝાવા લાગતા એસી રિપેરીગની રજૂઆતને લઈને ઉહાપોહ મચી જવા પામ્યો હતો. ટેલિફોનિક રજુઆત અને મૌખિક રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા તબીબી વર્તુળ અને દર્દીના સ્વજનોમાં પણ રોષ વ્યાપ્યો હતો. જ્યારે જવાબદાર સરકારી હોસ્પિટલના સતાધીશો જવાબદારીની ફેંકાફેકી કરતા જોવા મળ્યા હતા.

કોવિડ બિલ્ડિંગમાં આવેલ ડાયાલીસીસ વિભાગમાં ૬ એસી.માંથી એક એસીમાંથી  ટપ.. ટપ.. ટપ…કરતું પાણી જોવા મળ્યું હતું. રૂમની અંદર પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા.તો બીજી બાજુ ગંભીર પ્રકારના રોગની સારવાર લેવા આવેલી મહિલાનો શ્વાસ રૂંધાવવા લાગતા દવાની ફાઇલ વડે હવા કરતી જોવા મળી હતી. ચારક દિવસથી એસીમાંથી કુલીગ ન થતા નર્સીગ સ્ટાફ પણ સરફોકેશનની સમસ્યાથી કંટાળી ગયાનું અને ના છૂટકે હવાની અવન જવન માટે  બારી ખોલતી પડતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે લેબની ઓફિસમાં , ટ્રાયઝ એરિયા, એકાઉન્ટ ઓફિસમાં, પ્રથમ માળે કોવિડ પેશન્ટના હોલમાં પણ એસીના સેન્સર ખરાબ થઈ ગયાનું અને કોવિડ બિલ્ડિંગના પ્રથમ માળથી પાંચમા માળ સુધીના ઓફિસમાં લગાવેલા ચાઇના કંપનીના કેરિયા અને મીડિયાના એસીમાં ટેક્નિકલ ફોલ્ટના કારણે ચાર દિવસથી કુલીગ થતું ન હોવાનું પણ ટેક્નિશિયનની તપાસમાં ખુલવા પામ્યું હતું. ચાર દિવસથી એસીમાં કુલીગ બંધ હોવાથી કોવિડ પેસેન્ટ, તબીબી સ્ટાફ, નર્સીગ સ્ટાફ, સફાઈ કર્મી,  સિક્યુરિટી ગાર્ડ, દર્દીના સ્વજનોમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. એસી બંધની મૌખિક અને રજૂઆતો બાદ પણ ચાલુ ન  થતા પીપીપી કીટ પહેરી કોવિડ ટેસ્ટ કરતા તબીબોને ના છૂટકે પંખાનો સહારો લેવો પડ્યો હતો. રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બનેલી પી.એમ.એસ.એસ.વાય બિલ્ડિંગમાં અચાનક થી જ ચાઇના કંપનીના લગાવેલા એસીમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા અને એસીમાંથી પાણી પડવા લાગતા  સરકારી ગ્રાન્ટના એસીમાં પણ કૌભાંડ થયાની પણ ચર્ચાઓ પણ તબીબી વર્તુળમાં શરૂ થઈ હતી. પ્રજાના પૈસા  અને સિવિલની ગ્રાન્ટમાંથી સરકારી બાબુઓ પણ પોતાના માટે વૈભવી સુવિધા ઉભી કરી  જલસા કરતા હોવાની અને દર્દી રઝળપાટ થતા હોવાની સ્વજનોએ આક્ષેપો કર્યા હતા.

Img 20200829 121342

દર્દમય દર્દીનો એકાંત, બેપરવાહ સરકારી તંત્ર

Img 20200828 125215

રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બનેલી કોવિડ હોસ્પિટલમાં ચાઇનાના એસીમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા કોરોનાના દર્દી અને તબીબી વર્તુળમાં રોષ જોવા મળ્યો હતો. દર્દીઓ ફાઇલનો અને તબીબો પંખાનો સહારો મેળવ્યો હતો. સતાધીશોની લાચારી છે કે લાપરવાહી? એવો પ્રશ્ન દર્દી અને તબીબોમાં ઉઠયો છે જે ઉપરોકત તરસવીમાં જોઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.