Abtak Media Google News

વિદ્યાર્થીઓ લોકગીત, અભિનય ગીત, નાટક, ડાન્સ, વકતૃત્વ જેવી ઈવેન્ટ રજુ કરશે: અગ્રણીઓઅબતકની શુભેચ્છા મુલાકાતે

૪જી યુગમાં બાળકો મેદાન પર રમતા થાય તે માટે ઉપલેટામાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેના વિજેતાઓને કાલે સાઈકલ આપી બિરદાવવામાં આવશે.

Advertisement

નગરપાલિકા ઉપલેટા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુકત પ્રયાસથી ઉપલેટાની શાળાઓમાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૩ અને અબવ-૧૩ એમ ચાર ગ્રુપ પાડી ૩૫ જેટલી ઈવેન્ટો યોજવામાં આવી હતી. આજના મોબાઈલ અને વિડીયો ગેમના સમયમાં બાળકો શારીરિક અને માનસિક સક્ષમ બને તે માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં ૧૭૮૨ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોમાં ખેલદિલી વિકસે, શારીરિક રીતે ખડતલ બને, આત્મશકિત અને એકાગ્રતા વધે ચપળતા, ગતીમેળમાં વધારો થાય.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપલેટાના શ્રેષ્ઠ દાતાઓ અને નગરપાલિકા દ્વારા આ બાળકોને સન્માનવા ૮ લાખથી વધારે રકમ આપવામાં આવે છે. આ બાળકો તા.૭/૩/૨૦૧૯ના રોજ ભગવતસિંહજી કન્યા શાળાના મેદાનમાં રાત્રે ૮ કલાકે લોકસાહિત્ય, લોકગીત, અભિનય ગીત, ફિલ્મી ગીત, નાટક, ડાંસ, મહાપુરુષોના જીવન પર વકતૃત્વ જેવી ઈવેન્ટો રજુ કરવાના છે. જેથી તમામ શિક્ષણપ્રિય લોકોને પધારવા આયોજકોએ અનુરોધ કર્યો છે. આ રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, ૧૦૦ મી દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બચ્છી ફેંક, લાંબી કુદ, ઉંચી કુદ, ૪૦૦ મીટર દોડ, ૮૦૦ મી દોડ, બ્રોડજંપ, ૩૦ મીટર દોડ જેવી રમતો રમાડવામાં આવી છે. રમતોત્સવને સફળ બનાવવા ચેરમેન નીકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, ભાવેશભાઈ સુવા, વી.ડી.બાલા, ભરતભાઈ જાવિયા, વલ્લભભાઈ કણસાગરા, હરીભાઈ સુવા મો.૯૮૨૫૫ ૧૬૩૮૦)એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.