Abtak Media Google News

અત્રેથી છેલ્લા ઘણા સમય થયા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્રને મુંબઇ સાથે જોડતી એક વધારાની ટ્રેઇનની માગણી  કરવામાં આવી રહેલ. આ માંગણી અનુસંધાને સને ૨૦૧૭-૧૮ ના બજેટમાં જામનગર-બાંદ્રા વચ્ચે નવી ટ્રેઇન ફાળવવામાં આવેલ.

.પરંતુ આ ટ્રેઇન શરુ થઇ શકેલ નહી આ બાબતે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા આપણા લોકલાડીલા અને ખુબ જ સક્રીય લોકસભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા અવાર નવાર રેલવે મંત્રાલય સમક્ષ રજુઆતો કરવામાં આવેલ જેના અથાગ પ્રયત્નો દ્વારા સૌરાષ્ટ્રને ખાસ રાજકોટને મુંબઇ સાથે જોડતી દુરન્તો અને હમસફર ના નામે બે નવી ટ્રેન શરુ કરવામાં આવેલ છે.

આ ટ્રેઇન રાજકોટ પહોચતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાનીમાં માનદ મંત્રી સહમંત્રી તથા રેલવે સ્ટેશન ક્ધસલટેટીવ કમીટીના સભ્ય ઇશ્વરભાઇ બાંભોલીયા, સૌરાષ્ટ્ર પેસેન્જર એસો. પ્રમુખ કિરણભાઇ શુકલ, હેમંતભાઇ શુકલ, પ્રદીપ ભાઇ દેસાઇ, ભરતભાઇ સુરેજા, પ્રફુલભાઇ મહેતા વગેરે દ્વારા આ ટ્રેઇનના લકો પાયલોટ એસ.બી. રાવલ, આસીસ્ટન્ટ ડ્રાઇવર હિતેન વરણ અને ગાર્ડ એન.આર.મીનાનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવેલ. આ તકે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા દ્વારા છેલ્લા સમયમાં સૌરાષ્ટ્રને જે બે વધારાની નવી ટ્રેઇન સેવા મળેલ છે તે માટે લોક પ્રતિનિધિ મોહનભાઇ કુંડારીયાની મહેનતની નોંધ લઇ આભાર વ્યકત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.