કાલે ઉમંગનો ઉત્સવ ઉત્તરાયણ: આભા મંડળમાં જામશે પતંગ યુઘ્ધ

વિજ્ઞાન,આધ્યાત્મ અને સંસ્કૃતિની પરંપરાનો ત્રિવેણી સંગમ

દાન-પૂજય અને વિવિધ રાશીઓમાં મકરસંક્રાતિનું ફળ, કથન દર્શાવતો અને વિવિધ રાજયોમાં જુદા-જુદા નામે, જુદી-જુદી રીતે ઉજવાતો તહેવાર ઉત્તરાયણ

ધાબા પર ઉંધીયું,ચીકી,શેરડી,બોર,ઝીંઝરાની જામશે જયાફત

આવતીકાલે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ – ઉતરાયણ કે જેને હિન્દુ ધર્મમાં દાન-પુણ્યનું પર્વ માનવમાં આવ્યું છે. અન્ય તહેવારોમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે મકર સંક્રાંતિને આપણે ત્યાં ઉતરાયણ પણ કહેવામાં આવે છે. તેમાં ખાસ કરીને આ તહેવારને વિવિધ રાજયોમાં જુદા જુદા નામે જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે જેમાં દક્ષિણમાં આ પર્વને ‘પોંગલ’ જયારે પંથકમાં ‘લોહરી’ કહેવામાં આવે છે.

સૌરાષ્ટ-ગુજરાતની વાત કરીએ તો અહિં ઉતરાયણને અનેક રૂપે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉતરાયણનું દાન પુણ્યનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનનમાં નેહ એ પંકિતને સાર્થક કરતો ઉતરાયણના આ તહેવાર પૂર્વે જ નાના-મોટા અબાલ વૃક્ષો મહિલાઓ વગેરેમાં કંઇક અનેરો આનંદ હોય છે તેમ)ં પણ પતંગ-દોરાની ધૂમ ખરીદી કરતા લોકો શહેરના માર્ગો પર લાઇટોની રોશની પતંગ-દોરાની શણગારથી  સજજ મંડપોમાં જોવા મળે છે.

આવતીકાલે ઉતરાયણના દિવસે ધર્મપ્રેમિ લોકો દ્વારા ગૌ માતાને ચારો ઉપરાંત શહેરમાં ગૌશાળાના ફાળા માટે નાખવામાં આવેલ ટેન્ટમા: પણ લોકો દાન આપવામાં પીછે હઠ કરતા નથી સાથે સાથે ઉધીયુ- ચાપડીની મીજબાની અને ચીકીની ચમક લોકોના ચહેરા પર જાણે પ્રકાશ પાથરતી હોય તેમ લોકો ઉમંગમાં જોવા મળી રહ્યા છે.

કાલે સવારથી જ લોકો ધાબા પર ચડી પતંગ ચગાવવાની મોજ માણશે જો કે, સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોનાના વધતા જતા કેસના કારણે ધાબા પર પણ પરિવાર સિવાયના લોકોને એકઠા ન કરવા ઉપરાંત ડી.જે. ન વગાડવા સહિતની પાબંધી ઉતરાયણે પતંગ રસીયાઓ માટે કદાચ જાંખપ પમાડતી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ઉતરાયણની ઉજવણીને લોકો મન ભરીને માણશે સામાન્ય રીતે ઉતરાયણે ધાબા પર જ ભોજન અને તેમાં પણ વિવિધ પ્રકારના ભોજન અને તેમાં પણ ઉધીયુ તો ખાસ સવારથી સાંજ સુધી પતંગ ચગાવવામાં રાડા-રાડી અને દેકારો એ… કાપ્યો છે…. એ….ગઇ…. કાપ્યો.. કાપ્યો…. વગેરે વગેરેનો નાદ મોટાભાગના ધાબા પર સાંભળવા મળશે રાત્રે થોડીવાર માટે લાઇટો બંધ કરી ફટાકડા ફોડવાનો પણ એક રીવાજ છે. પરંતુ કદાચ સરકારની ગાઇડ લાઇન હોય આ વર્ષે ફટાકડાનો અવાજ ન પણ સાંભળવા મળે તેવું બને ખરાં….

જો કે, ઉતર, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં તહેવાર બે દિવસ એટલે કે ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે બીજા દિવસે પણ મનાવવામાં આવે છે. આમ ગુજરાતમાં બે દિવસ ગુજરાતીઓ ઉતરાયણની ઉજવણીમાં ધુમ મચાવશે. ધાબા કે ખુલ્લા મેદાનમાં પતંગો ચગાવવા એક બીજાના પતંગો કાપવા અને દેકારા વચ્ચે મળતો આનંદ જોઇ વટેમાર્ગુ પણ આનંદીત થયાનો અનુભવ કરે તે સ્વાભાવિક છે.

જો કે આ તહેવારને ધાર્મિક દ્રષ્ટિએ જોઇએ તો વિક્રમ સંવત 2078 પોષ સુદ 1રને શુક્રવાર તા. 14મી જાન્યુ.ના દિવસે સૂર્ય નારાયણ ભગવાન મકર રાશીમાં પ્રવેશ કરશે જેથી તેને મકર સંસ્ક્રાંતિ કહેવાય છે. અને ઉતર દિશા તરફથી આવે છે. જેથી ઉતરાયણ કહેવાય છે. આવી પણ એક માન્યતા છે.

જો કે, હિન્દુ ધર્મના પંચાગ અનુસાર આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. જયારે ઉપ વાહન અશ્ર્વ છે અને તેણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે. અને હાથમાં ગદા ધારણ કરી છે. કેશરનું તીલક દુધપાક આરોગે છે અને જુનું પુષ્પ ધારણ કરેલ છે. મોતીના આભુષણો ધારણ કર્યા છે. અને ઉતરમાંથી આવી અને દક્ષિણમાં જાય છે. સાથે સાથે મકર સંક્રાતિના ફળ કથન મુજબ આ વર્ષે વરસાદ પણ સારો થશે તેમજ કઇ રાશી વાળા લોકોએ કઇ વસ્તુનુ દાન કરવું તેમ જ ફળ કથન વગેરે જયોતિષીઓ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે.

આમ મકરસંક્રાંતિ ઉતરાયણ તહેવારની અનેક વિશેષતાઓમાં દાન-પુન્યનું મહત્વ, પતંગ ચગાવવા ઉપરાંત એક બીજાની પતંગ કાપવી તેમજ કાપ્યો છે… ના દેકારાનો આનંદની સાથે સાથે ફટાકડાની રંગોળી સાથે આભા મંડળમાં રોશની છવાય ઉપરાંત દાન, રાશીફળ કથન વગેરે… વગેરેથી શુશોભીત અને ભરપુર આ તહેવારોની લોકો શ્રઘ્ધા અને આનંદથી દબદબા ભેર ઉજવણી  કરે છે અને તે આનંદ આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળશે.

મકર સંક્રાંતિએ રાશી પ્રમાણે દાનની વિગત

વિક્રમ સંવત 2078 , શાકે 1943  , ઉત્તરાયન  – શિશિરઋતુ , પોષ સુદ -12 , શુક્રવાર, તા.14-01-2022 નાં રોજ સૂર્ય નારાયણ મકર  રાશિમાં બોપોરે .14 , મિ .30 એ પ્રવેશ કરે છે ,મકર સંક્રાતિ ના રાશી પ્રમાણે દાનની વિગત

સંક્રાંતિમાં બારે રાશિવાળાઓને નીચે મુજબ દાન કરવું .

મકર, મેષ, ક્ધયા રાશી :- ઘી , ખાંડ , સફેદ તલ , સફેદ કે પ્રિન્ટેડ : કાપડ તથા રૂપાનું દાન કરવું

મિથુન, તુલા, કુંભ રાશી :- કાળા તલ , સ્ટીલનું વાસણ , કાળું કાપડ વગેરેનું દાન કરવું .

સિંહ,  મીન, વૃશ્ચિક રાશી:-  ઘઉં , ગોળ , લાલ કાપડ , લાલ તલ , તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું .

વૃષભ, કર્ક, ધન રાશી:-  ચણાની દાળ , પીળું કાપડ , પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું

– શાસ્ત્રી રાજદીપ જોશી