Abtak Media Google News

Website Template Original File1 33

Advertisement

ઉમરગામ તાલુકામાં માંડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આજરોજ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કાર્યક્રમમાં પૂજા અર્ચના કરી જમીનની શુદ્ધિકરણ કરવામાં આવી હતી . ત્યાર બાદ દમણનાં સાંસદ લાલુભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલક વાપી નગરપાલિકાના કોર્પોરેટર મંગેશ પટેલ અને દીપક પાટીલદ્વારા પાર્કનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.Screenshot 12 1

જ્યાં પ્લાસ્ટિક,એન્જિનિયરિંગ ,ઓટોમોબાઇલ, ગાર્મેન્ટ વગેરે જેવી કંપની સહિત નાના સ્કેલના ઉદ્યોગોની સ્થાપના કરવામાં પ્લોટની ફાળવણી કરવામાં આવશે. આ પાર્કના સંચાલક મંગેશ પટેલ અને દીપક પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે આ પાર્કનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તેનો સૌથી ગામના લોકોમાં રોજગારીનો મોટો સ્ત્રોત આ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થકી પ્રાપ્ત થશે. સ્થાનિકોને મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.

Screenshot 11

કાર્યક્રમ V.I.A પ્રમુખ સતીશ પટેલ ,કોર્પોરેટર કૌશિક પટેલ ઉમરગામ ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, વિલાસ ઠાકરીયા કારોબારી ચેરમેન મહેશ આહિર, ઉદ્યોગપતિ બાલા રાય, આશિષ આહિર, સહીત ઉદ્યોગપતિ તથા માંડા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રામ સોનગઢવાલા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.