Abtak Media Google News

હાલ, ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારામાંથી લોકોને રાહત આપવા સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં હસ્તક દેવા મેધરાજા તૈયાર છે. દર વષે ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે આ પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા આપણે છત્રી, રેઇનકોર્ટ વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

Vlcsnap 2018 06 12 09H59M45S96ઋતુચક્રની સ્થિતિ સામે રક્ષણ મેળવવા આપણે અવનવી ચીજવસ્તુઓ અથવા નુસખાંઓ અપનાવીએ છીએ. તે પછી ભલે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ, ઉનાળામાં તીવ્ર બફારા અને તડકા સામે રક્ષણ મેળવવા સુતરાઉ કપડા તેમજ ઠંડાપીણાઓ ઉપયોગી નીવડે છે.

Vlcsnap 2018 06 12 10H00M14S145

જયારે શિયાળામાં ઠંડીથી બચવા સ્વેટર, સ્ટાફ વગેરે જેવા ઉનના કપડાનાં ઉપયોગ કરીએ છીએ જયારે ચોમાસુ ઋતુ દરમિયાન વરસાદમા પલળવાથી બચવા રેઇનકોર્ટ, છત્રી વગેરે ઉપયોગી બને છે.

ચોમાસું નજીકમાં છે ત્યારે માર્કેટમાં અવનવી છત્રીઓ રેઇનકોટ, તાલપત્રીઓનો ખજાનો જોવા મળી રહ્યો છે.

Vlcsnap 2018 06 12 09H57M06S50

અબતક સાથેની વાતચીત દરમિયાન વસંત એન્ડ કંપનીના પંકજ શાહએ જણાવ્યું કે વસંત એન્ડ કંપની છેલ્લા ૭૦ વર્ષથી કાર્યરત છે. અને વસંત એન્ડ કંપની સિઝનલમાં દરેક આઇટમ રાખીએ છીએ. અને અમારી દુકાન ખુબ જ ફેમશ છે હવે માત્ર ગણતરીના જ દિવસોમાં ચોામાસાનું શરુઆત થશે. તો અમારી દુકાનમાં છત્રી અને રેઇનકોટનો પુરો સ્ટોક ઉપલબ્ધ છે. છત્રી રેઇનસુટ અને રેઇન કોટમાં બધી જ વેરાવટી છે. આ વખતે છત્રીમાં ન્યુકાર અમરેલા, કોમ્પેકટ અમરેલા, ટ્રાવેલીંગ અમરેલા તથા રેઇનકોટમાં નાના બાળકો માટે ખુબ જ સુંદર

કલર ડિઝાઇનના રેઇનકોટ જેવા કે બેનટેઇન, છોટાભિમ, સ્પાઇન્ડરમેન, મોટુ પતલુ, અને નાની છોકરીઓ માટે બાર્બી ડોલ વાળા કેરેકટર  રેઇન કોટ આવ્યા છે.

Vlcsnap 2018 06 12 10H02M03S205અમારી શોપ પર બાળકો તેના માતા-પિતા સાથે આવે છે અને કેરેકટરવાળા જ લેવાની ડિમાન્ડ કરતા હોય છે. તેમાં પણ આ વખતે ન્યુઓન ટોન રેઇનકોટ જેવા કે રેડ, યેલો, ફલોરોસન્ટ યેલો, ફલોરોસન્ટ ગ્રીન વગેરે કલરની વધુ ડિમાન્ડ છે. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે જી.એસ.ટી.ના કારણે થોડો ઘણો ભાવમાં ડિફરન્ટ આવ્યો છે. આ વખતે બાળકોના રેઇનકોર્ટમાં બેકસાઇડ સ્કુલ બેગ આવી જાય તેવી ટાઇપના ફોલ્ડર્સ વાળા રેઇન કોટ આવ્યા છે. રેઇનસુટમાં પણ ઘણો લાંબો અલગ અલગ કેપ્સની સ્ટાઇલ કલર કોમ્બીનેશન એમાં પણ આ વખતે ઘણા કલર આવ્યા છે. આ વખતે છત્રીની સરખામણીમાં રેઇન કોટ, રેઇનસૂટની ગ્રાહકો વધુ ડિમાન્ડ કરે છે.

રેઇનકોર્ટના કિડસના રેઇનકોટના ભાવ ૧પ૦ થી શરૂ થઇ ૩૦૦ સુધી હોય છે. જયારે લેડીઝના રેઇનકોટ ર૦૦ થી શરૂ થઇ ને પ૦૦ સુધી અને જેન્ટસમાં રપ૦ થી શરુ થઇને પ૦૦ થી પણ વધુના ભાવના રેઇનકોટ આવે છે અને વસંત એન્ડ કંપની સ્ટોરમા બધો સિઝનલ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે.

Vlcsnap 2018 06 12 09H56M58S216અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક નિકિતાબેન દુસારાએ જણાવ્યું કે તે વસંત એન્ડ કંપની સ્ટોરમાં તેના દિકરા માટે રેઇનકોર્ટ લેવા આવી છે. થોડા જ દિવસો ચોમાસાની શરુઆત થશે તેથી રેઇનકોટની જરુર રહેશે. અહીંયા સ્ટોરમાં અવનવી વેરાઇટીના રેઇનકોટ, છત્રી ઉપલબ્ધ છે. તે પણ વ્યાજબી ભાવે એમાં પણ મારા દિકરાને મોટું પતલું કાર્ટુન ખુબ જ  પસંદ છે. અને આ વખતે બાળકોના રેઇનકોટમાં મોટુ પતલુની નવી ડિઝાઇન આવી હોવાથી તેણે તે પસંદ કર્યુ છે. અને વધુમાં કહ્યું કે તેણે પોતાના માટે રેઇનકોટની ખરીદી કરી છે.

Vlcsnap 2018 06 12 09H58M03S122અબતક સાથેની વાતચીત દરમિયાન જી.એસ. ઓજરીયા શોપના ના ગૌરવ સેજપાલએ જણાવ્યું કે તેને રેઇનકોટનો હોલસેલનો બીઝનેસ છે. અમારે ત્યારે જેન્ટસવેર, લેડીઝ વેર, ચીલ્ડ્રન્સ વેર, બધા જ ઉપલબ્ધ છે. જેન્ટસ રેઇનકોટમાં રિવર્સેબલ અને પ્લાસ્ટિક પ્રકારના રેઇનકોટ બંને આવે છે તથા લેડીઝમાં પણ પ્લાસ્ટિકના રેઇનકોટ આવે છે. રેઇનકોટના ભાવ ૧પ૦ થી શરુ થઇને ૧૦૦૦ સુધી ના રેઇનકોટ ઉ૫બલ્ધ છે. અમે દિલ્હી અને મુંબઇથી માલ મંગાવીએ છીએ તેમાં પણ ખાસ કરીને આ વખતે નાના બાળકો માટેના રેઇનકોટમાં અવનવી વેરાઇટી આવી છે. જેવા કે કાર્ટુનસ કેરેકટર, બાર્બી કેરેકટર, મોટુ પતલુ, છોટાભીમ, બેનટેઇન વગેરેની ડિમાન્ડ વધુ છે.

આ વખતે રેઇનકોટ અને છત્રીમાં જીએસટીના કારણે ભાવ વધારો થયો છે. તેથી ગ્રાહકને ખરીદી કરવા મુશ્કેલી પડે છે. ટીનેજર્સ આ વખતે વધુ ફલોરેસન્ટ કલર પ્રિન્ટેડ રેઇનકોટ લેવાનું વધુ પસંદ કરે છે. વધુ આગ્રહ ગ્રાહકોનો રેઇનકોટ લેવાનો હોય છે. હજુ વરસાદ પડયો નથી  તેથી વધુ લોકો લેવા આવતા નથી. પરંતુ વરસાદ પડયા પછી ગ્રાહકો વધુ આવતા હોય છે.

Vlcsnap 2018 06 12 09H58M19S12અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક દિલીપસિંહ પરમારએ જણાવ્યું કે ચોમાસું શરુ થવાના થોડા દિવસ જ ની વાર છે તેથી તે તાલપતરી લેવા આવ્યા છે. વરસાદને કારણે બારીમાંથી વાંછટ આવે તેથી તાલપતરી ની જરુર પડે છે. અહીંયા વર્ષોથી આ લોકો તાલપતરી  વેંચે છે. અને વિશ્ર્વનીય છે તાલપતરીની કિંમત ર૦૦ થી ૩૦૦ રૂપિયા છે. તાલપતરી ખુબ જ ઉપયોગી છે. જયા વરસાદનું પાણી પડતું હોય ત્યાં રઅખવાથી પાણી નથી પડતું. તેથી તે વરસાદ આવ્યા પહેલા જ તેની ખરીદી કરી છે.

Vlcsnap 2018 06 12 09H58M41S233અબતક સાથેની વાતચીત દરમિયાન તાલપતરી વેંચનાર અબ્દુલભાઇ એ જણાવ્યું કે તે છેલ્લા પ૦ વર્ષથી તાલપતરીનું વેંચાણ કરે છે તાલપતરી હલકી અને ભારે બંને ગુણવતામાં ઉપલબ્ધ છે.

ગ્રાહકોની જરુરીયાત પ્રમાણે તેને તાલપતરી આપીએ છીએ. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં વધારો થયો છે. હજુ ચોમાસું શરુ થયું નથી તેથી ઓછા લોકો આવે છે પરંતુ ચોમાસું શરુ થયા પછી અહીંયા વધુ લોકો તાલપતરી લેવા આવતા હોય છે.

Vlcsnap 2018 06 12 09H59M14S52

અબતક સાથેની વાતચીત દરમિયાન રાયઠઠ્ઠા એન.એકસ. સ્ટોરના રાહુલભાઇ એ જણાવ્યું કે હમણાં ગણતરીના જ દિવસો ચોમાસુ શરુ થવાનું છે. તેથી અમારી દુકાનમાં રેઇનસુટ, રેઇનકોટનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે. આ વખતે ગ્રાહકો વધારે રેઇનસુટનો આગ્રહ રાખે છે. તેમાં પણ નાના બાળકો માટેના રેઇનકોર્ટમાં કાર્ટુનર્સ કેરેકટર જેવા કે ટેડીબિયર, મોટુ પતલુ, સ્પાઇન્ડરમેન, છોટાભીમ, બેનરેઇન છોકરીઓમાં બાર્બી વગેરેની વધુ ડિમાન્ડ રહે છે. ટીનેજર્સની વાત કરીએ તો તેમાં છત્રી કરતા તેઓ રેઇનકોર્ટની માંગ કરે છે. છોકરીઓમાં તેઓ પિન્ક, રેડ, યેલો ની ડિમાન્ડ છે. છોકરાઓમાં બ્લેક, બ્રાઉન્ડ, બ્લુની ડિમાન્ડ છે.

ગતવર્ષની સરખામણીમાં આ વખતે રેઇનકોટમાં ૧૮ ટકા જીએસટી એડ થયો છે. છતાં પણ ગ્રાહકોની ડિમાન્ડ તો રહે છે આ વખતે છત્રીમાં ફલાવર પ્રિન્ટ, ગાર્ડન પ્રિન્ટ, કાર્ટુન પ્રિન્ટ તથા રેઇનકોર્ટમા પણ અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. છત્રી અને રેઇનકોટ ના ભાવ ૧૫૦ થી શરુ થઇને ૧૦૦૦ સુધીની હોય છે. આ વખતે લોકો સૌથી વધુ રેઇનકોટની માંગણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.