Abtak Media Google News

ઊના પંથકમાં ચકચાર જગાવનાર અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એ.સી બીનાં દરોડા બાદ પોલીસ નાં વહીવટદાર નિલેશભાઈ અભેસિંહ તડવી ને રંગે હાથે ઝડપી લીધાં બાદ ત્રણ દિવસ પછી એસીબી બ્રાન્ચએ સર્ચ ઓપરેશન અને ચેકપોસ્ટ નજીકનાં સી સી કેમેરા ચેક કર્યા બાદ જાણવાં જોગ રંનિગ ટેપ અંગે જાણવા જોગ એન્ટ્રી દાખલ કરી હતી પકડાયેલાં વહિવટીદારનાં મોબાઈલ ડીટેલ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાયા છે એ પહેલાં ઝડપાયેલા શખ્સ એ એસીબી પાસે વટાણાં વેર્યા હોય તેમ રજા ઉપર ચાલ્યા ગયેલા ઉના પોલીસ અધિકારી એન કે ગૌસ્વામી સહિત સાત પોલીસ કર્મી ને તપાસ અર્થે જુનાગઢ એસીબી કચેરી એ નિવેદનો નોંધાવવા હાજર રહેવા નોટીસ ઉના પોલીસ મારફતે બજાવવા એસીબી બ્રાન્ચ નાં કર્મી ઉના પોલીસ સ્ટેશન એ આવી નોટીસ આપતાં આ રંનિગ ટેપમાં સાત જેટલા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ નાં રોટલા અભડાય તેવુંઅધિકારી કર્મચારીઓ માં ચર્ચા નો વિષય બની રહ્યો છે.

અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે લાંચ રૂશ્વત વિરૂધ્ધી શાખા દ્વારા વહીવટદાર ઝડપાયા બાદ થાણા અધિકારી સહિત તમામ ભુગર્ભમાં

30ની સંધ્યા સમયે ગીર સોમનાથ જિલ્લા એસીબી બ્રાન્ચએ ટેપ કર્યા બાદ કોઈ કાર્યવાહી નહીં થતાં અને વહીવટદાર ને ઉઠાવી ગયાં નાં અખબારી એહવાલો મીડીયા માં પ્રસિદ્ધ થતાં અને દેકારો મચી જતાં આસમગ્ર પ્રકરણ ની તપાસ જુનાગઢ એસીબી બ્રાન્ચનાં ડીવાયએસપી દેશાઈ ને સોંપાયા બાદ એલીબી મહિલા પીએસઆઇને સાથે રાખી ઝડપાયેલ વહીવટદારને લઈ જમાદાર અભેસિંગ ભગવાન ભાઈનાં નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કર્યું હતું.

30 ડીસેમ્બરની સંધ્યા બાદ અહેમદપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા તમામ કર્મી ભુર્ગભ માં ચાલ્યા ગયા છે અને પી આઈ ગૌસ્વામી પણ રજા પર ઉતરી ગયા છે

નિવેદન નોંધાવવા તેડું આવ્યું, પૂછપરછ કરાશેએએસઆઇ નિલેશભાઈ છગનભાઈ મૈયા, એચસીઅભેસીંગભાઇ ભવાનભાઇ, એચસી મહેશભાઇ ભગવાનભાઇ, પીસી રમેશભાઇ વેલજીભાઇ, પીસી ઉદેસિંહ જગમાલભાઈ, પીસી હિરેનકુમાર રમેશભાઇ તેમજ ઊના પોલીસ ઇન્સ્પેકટર એન કે ગૌસ્વામીને એસીબી બ્રાન્ચ નાં ડી વાય એસ પી દેશાઈએ નિવેદનો નોંધાવવા હાજર થવા નોટીસ બજવણી ઊના પોલીસ મારફતે મોકલાવ્યા છે. આમ ઊના પોલીસ સ્ટેશનની માંડવી ચેક પોસ્ટ પર ફરજ પરના 6 પોલીસ કર્મીઓ તેમજ ઊના પીઆઈને એસીબીનું તેડું આવતા પોલીસ સ્ટાફમાં પણ ભારે ચર્ચા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.