Abtak Media Google News

દીવ સંઘપ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીના સ્ટાફે બાતમીના આધારે તપાસ કરતા એક શખ્સ વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા પકડાયો હતો. આ શખ્સની પૂછપરછ અને તેના મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેના ઉના પી.આઈ. અને એ.એસ.આઈ. સાથેના વહીવટ અંગેના સંવાદો મળ્યા હતા. આ મામલે આજે જૂનાગઢ ડીવાયએસપીએ ઉના પી.આઈ, એ.એસ.આઈ. અને વચેટીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ગૌસ્વામી વતી બુટલેગર પાસેથી ઉઘરાણું કરતા ઝડપાયેલા વચેટીયાના મોબાઇલમાંથી મળી મહત્વની માહિતી

ગીર-સોમનાથ એસીબીએ ગુનો દાખલ કર્યો અને ફરાર પોલીસ અધિકારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. એસીબીની ટીમે માંડવી ચેકપોસ્ટ પર છટકુ ગોઠવ્યું હતું. આ અંગેની વધુ વિગત મુજબ, કેન્દ્ર શાસિત દીવ તરફથી આવતા વાહનો ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ચેક કરી કોઈને કોઈ બહાને પોલીસ કર્મીઓ નાણાં પડાવતા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ અંગે એસીબીને રજૂઆત થઈ હતી. જેના આધારે ગત તા.30/12/2023ના ગીર-સોમનાથ એસીબીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન એસીબીની ટીમને જોઈ ચેકપોસ્ટ પર હાજર પોલીસકર્મી તથા શખ્સ નાસી ગયો હતો.

એસીબીની ટીમે પીછો કરી મુળ સંખેડા તાલુકાના મોટી છીપવાડ ગામના અને હાલ ઉના રહેતા અને ત્યાં ગેરેજ ધરાવતા નિલેશ અભેસીંગ તડવીને પકડી લીધો હતો.આરોપી પાસેથી પી.આઇ. સાથેની કોલ રેકોર્ડિંગ મળ્યાપકડાયેલા આરોપીની પુછપરછ તેમજ તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં કોલ રેકોર્ડની ઓડિયો ફાઈલ ચેક કરતા ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ગોસ્વામી તથા અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પરના પોલીસકર્મીઓ સાથે કરેલી વાતચીતના સંવાદો મળી આવ્યા હતા. જેના પરથી આ સ્થળે પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી તોડ કરવામાં આવતું હોવાનું સાબિત થયું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન મોબાઈલ ફોનના કોલ લોગ અને ડેટાની એફએસએલ દ્વારા વૈજ્ઞાાનિક ઢબે ચકાસણી કરતા ભ્રષ્ટાચારને લગતી રજૂઆત સાચી હોવાના સીધા પુરાવા પ્રાપ્ત થયા હતા.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમની કલમ મુજબ ગુનો દાખલ કર્યોઆ અંગે જાણવા જોગ તપાસ કરનાર જૂનાગઢ એસીબીના ડીવાયએસપી બી.એલ. દેસાઈએ નિલેશ અભેસીંગ તડવી, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ગોસ્વામી અને એએસઆઈ નિલેશ છગન સામે ફરિયાદ નોંધાવતા ગીર-સોમનાથ એસીબીએ ભ્રષ્ટચાર નિવારણ અધિનીયમની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વધુ તપાસ રાજકોટ એસીબી એકમના પીઆઈ જે.એમ. આલ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેનું અમદાવાદ એકમના એસીબી પીઆઈ કે.બી. ચુડાસમા દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.પકડાયેલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર આ જાણવા જોગની તપાસ કરનાર અધિકારી બી.એલ.દેસાઈ, મદદનીશ નિયામક, જુનાગઢ એ.સી.બી એકમ દ્વારા તપાસ દરમિયાન વધુ પુરાવાઓ આધારે પી.આઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.