Abtak Media Google News

39 સ્થળો પર તપાસનો ધમધમાટ : 40થી વધુ ટીમો સર્ચમાં કાર્યરત

કરચોરોને અટકાવવા અને તેઓને ડામવા માટે આવકવેરા વિભાગ અને જીએસટી સતત મહેનત કરી રહ્યું છે અને પરિણામ સ્વરૂપે આવકવેરા વિભાગ દ્વારા સુરતના ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલી ત્રણ પેઢીઓ ઉપર સરચ ઓપરેશન પણ શરૂ કર્યું છે જેમાં આશરે 100 થી વધુ અધિકારીઓ જોડાયા છે અને 39 સ્થળો ઉપર તપાસ ચાલુ છે. હાલ ડાયમંડ ઉદ્યોગમાં કરચોરી કરવાની રીતમાં બદલાવ આવતા આસર ચોપરેશન નું પગેડુ રાજકોટના સોફ્ટવેર ડેવલોપર કંપની સુધી પણ પહોંચ્યું છે જ્યાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દરેક ડિજિટલ ડેટા એકત્રિત કરી તેનો અભ્યાસ પણ શરૂ કર્યો છે.

Advertisement

સુરતના જ્વેલર્સને ત્યાં આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 35થી વધુ ઠેકાણા પર એક્સપર્ટને સાથે રાખી તપાસ કરવામાં આવી છે. તેમાં દરોડા દરમિયાન 200 કરોડના વ્યવહાર મળ્યા છે. તથા રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળ્યા છે. તેમજ 25 બેંક લોકર, રૂ. 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત અને મુંબઈની આઇટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરતના 39 જેટલા સ્થળો પર મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. આઈટી વિભાગના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના અક્ષર ગ્રુપ, પાર્થ ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સના ત્યાં આઈટી વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા છે. અધિકારીઓની 40 જેટલી ટીમોમાં 100 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આઈ.ટી.વિભાગના મેગા સર્ચ ઓપરેશનને લઈ ડાયમંડ, જ્વેલર્સ અને બિલ્ડર લોબીમા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા કાંતિલાલ બ્રોસ એન્ડ જ્વેલર્સ વેપારીના ત્યાં વહેલી સવારથી વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે મેગા સર્ચની કામગીરી હાલ પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.