Abtak Media Google News

આ ક્ષેત્ર પર નીચા કરદરથી વીમા, ફોનબીલ, પુજા સામગ્રી અને ટેક્સટાઇલ ઉદ્યોગને રાહત મળશે

આઝાદી પછી દેશમાં મોટા કર સુધારા તરીકે ‘એક કર એક માળખું’ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ૧લી જુલાઈી અમલમાં આવનાર છે જે અંતર્ગત ટેક્સનો બોજો ઘટે અને ટેક્સ પદ્ધતિમાં પારદર્શકતા લાવવા સરકાર કમર કસી રહી છે. તેમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે દુરસંચાર અને નાણાકીય સેવાઓ પર જીએસટી અંતર્ગત નીચો કરદર રહે. આ એક એવું પગલું છે કે જેનાી વીમા અને ફોનબીલ ઉપર નજર રહેશે તેમજ પૂજા સામગ્રી અને ટેક્સટાઈલ માટે ઘણી રાહતો ઉભી શે..

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં યોગી આદિત્યના સરકારે જીએસટી કાઉન્સિલને કહ્યું કે, પૂજા સામગ્રી પર હાલ જે ૧૮ ટકાનો કરદર વસુલાય છે તે હવે જીએસટી અંતર્ગત ઝીરો ટકા લાદે અને આ માટે તેઓ બે દિવસીય ચર્ચા-વિચારણા હા ધરશે.

રાજ્ય નાણાકીય મંત્રીઓ અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની આગેવાની વાળી કાઉન્સિલ ચીજ-વસ્તુઓ પરના ચોક્કસ કરદર નક્કી કરવા માટે છે. તેમ છતાં પણ સેવાઓ માટે ૧૨ ટકા અને ૧૮ ટકા એમ બે સ્તર માટે સંભવિત કરદર લાગુ ાય તેમ કહેવામાં આવી રહ્યું છે. દુરસંચાર અને નાણાકીય સેવાઓના મામલામાં જીએસટીના અમલીકરણ બાદ વીમા પ્રીમિયમ અને ફોનબીલમાં કોઈ વધારો ાય નહિ અને તે ઉપર ૫ ટકા કરદર લાગુ ાય તે માટે મંત્રાલય મામણ કરી રહ્યા છે. સોના-ચાંદીની સો હેન્ડલુમ, હેંડીક્રાફ્ટસ અને બીડીઓ ઉપર પણ કરદર કાઉન્સિલ દ્વારા જ નક્કી શે.

જીએસટી કાઉન્સિલે સીન અને લક્ઝરી ગુડ્સ જેવા કે, ફાઈએન્ડ કાર, સિગારેટ, પાન-મસાલા, સોફ્ટ ડિં્રક્સ, કોલ જેવી ચીજ-વસ્તુઓ માટે ચાર સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૪ ટકા સો સહમતી દાખવી છે. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, જીએસટી માટે ઘણાખરા પ્રસ્તાવો અને માંગને આગળ ધપાવવામાં આવી રહી છે. જેનાી કર માળખું સરળને બદલે જટિલ બની રહ્યું છે.

ઉદાહરણ તરીકે પંજાબના નાણાકીય મંત્રી મનપ્રીત બાદલે માંગ કરી કે ટેક્સટાઈલ અને સાયકલ ઉપર જીએસટી હેઠળ નીચો કરદર લાગુ ાય. કારણકે આ ક્ષેત્ર સો ઘણા કુટુંબો સંકળાયેલા છે. આ ઉપરાંત હરિયાણા નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ એ માંગ કરી છે કે જીએસટી કાઉન્સિલ ખેત ઉત્પાદન પર કિંમત વધારવી જોઈએ નહીં . જો આ પ્રકારે માંગો અને પ્રસ્તાવો સ્વીકારાશે તો જીએસટી જટિલ બનતું જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.