Abtak Media Google News

રાજકોટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી-ચિંતન શિબિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન: દેશમાં રોજગારીના સર્જનમાં કૃષિ પછી બીજા નંબરે કાપડ ઉદ્યોગ છે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલ

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત રાજકોટમાં બે દિવસીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગેની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ગુજરાત સરકારે 2019માં નવી ટેક્સટાઈલ નીતિ લાગુ કરેલી છે. જે અંતર્ગત ટેક્સટાઇલ યુનિટને નવી ટેક્નોલોજી અપનાવવા માટે માતબર રકમની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઈંક્ષમશફઇંફક્ષમળફમય.ભજ્ઞળનું કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજયમંત્રીદર્શના જરદૌસની ઉપસ્થિતિમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર તથા તમિલનાડુના ઐતિહાસિક, સાંસ્કૃતિક, પારંપરિક તેમજ વાણિજ્યિક સંબંધોના પાંસાઓ અંગે પણ જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી ભારત એક બન્યો છે, તેવી જ રીતે આપણે આ એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સૌરાષ્ટ્ર તામિલ સંગમમ” કાર્યક્રમનું મહત્વ સ્થાપિત કરતાં જણાવ્યું હતું કે, મદુરાઇની કાંજીવરમ અને પાટણના પટોળા સાંસ્કૃતિક એકતાના તાંતણે જોડાયેલા છે. તામિલનાડુની સાંસ્કૃતિક વિવિધતા અને ગુજરાતનો સમૃધ્ધ વારસો ભારતીય એકતાનું ગૌરવવંતુ પ્રતીક છે.

વાણિજય અને ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રીપિયુષ ગોયેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં રોજગારીનું સર્જન કરવામાં કૃષિ પછી બીજા નંબરે કાપડ ઉદ્યોગ છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ધબકતી રાખવા માટે આ ચિંતન શિબિરમાં અગત્યના સૂચના પ્રાપ્ત થયા છે, જેના તબક્કાવાર અમલીકરણ કરીને પર્યાવરણ સંવર્ધનના વિચારને સાકાર કરવામાં આવશે. 2030 સુધીમાં 20 લાખ કરોડના વેપરનું અને 8 લાખ કરોડની નિકાસનું વડાપ્રધાનમોદીનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા ટેકસટાઇલ ઉદ્યોગ શકય તમામ પ્રયચનો કરી છૂટશે.ટેકસટાઇલ વિભાગના કેન્દ્રીય સચિવ રચના શાહે સ્વાગત પ્રવચનમાં ચિંતન શિબિરની રૂપરેખા રજૂ કરી હતી.

રાજકોટની હોટેલ ઇમ્પીરીયલ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના આ પુર્ણાહુતિ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદો સર્વ મોહનભાઇ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યો દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા અને રમેશભાઇ ટીલાળા, જિલ્લા પંચાયના પ્રમુખ ભૂપતભાઇ બોદર, પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ, કલેકટર પ્રભવ જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુમર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી, તથા ટેકસટાઇલ અને હેન્ડીક્રાફટના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા માટે ડેવલપરને 100% સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે: મુખ્યમંત્રી Gujarat Chief Minister Bhupendra Patel

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, દિગ્ગજો તથા અધિકારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે હંમેશા ટેક્સટાઈલ સેક્ટરને મહત્વ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલિસી 2012 લાગુ કરી હતી. જે અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રમાં રૂપિયા 35 હજાર કરોડનું માતબર રોકાણ આવ્યું હતું તેમજ અઢી લાખથી વધુ રોજગારીનું સર્જન થયું છે. ગુજરાતમાં ટેક્સટાઇલના ગ્રોથને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવી ટેક્સટાઈલ નીતિ-2019 અંતર્ગત ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા માટે ડેવલપરને 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હાલમાં જ વિવિધ રાજ્યોમાં પી.એમ. મિત્રા- મેગા ટેક્સટાઈલ પાર્કના નિર્માણની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ દક્ષિણમાં આવો વિશાળ ટેક્સટાઈલ પાર્ક બનશે. તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા કાર્યક્રમો ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરની આ વિકાસગાથાને ઉજાગર કરવાનો મંચ પ્રદાન કરી રહ્યા છે, તે આનંદની વાત છે.

હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના 100થી વધુ કારીગરોએ એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને ધબકતું રાખ્યું છે: કેન્દ્રીય રાજયમંત્રી દર્શના જરદોશ

કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજયમંત્રીદર્શનાબેન જરદૌશે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના 100થી વધુ કલાકારોએ એમ.એસ.એમ.ઇ.ક્ષેત્રને ધબકતું રાખ્યું છે. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજયસરકારની પ્રોત્સાહક નીતિ અને મૂલ્યવૃધ્ધિ થકી આ ક્ષેત્રને અલગ ઓળખ મળી શકી છે, જે વડાપ્રધાનની દૂરંદેશિતાનો પુરાવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.