Abtak Media Google News

એ.એમ.પી. લો-કોલેજ ખાતે ઈન્ટરનેશનલ જસ્ટીસ ડે પ્રસંગે ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીએ લીગલ એઈડનો પ્રારંભ કરાવ્યો

શહેરની એ.એમ.પી. લો-કોલેજ ખાતે આજે ઈન્ટરનેશનલ જસ્ટીસ ડેની ઉજવણી અંતર્ગત ડિસ્ટ્રીક જજ ગીતા ગોપીએ લો સ્કુલ બેઈઝ લીગલ એઈડ કલીનીક વીથ ફોકસ ઓન અન્ડરટ્રાયલનું ઉદઘાટન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે ગીતા ગોપીએ કાયદાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી અન્ડર ટ્રાયલ કેસના કાચા કામનાં કેદીઓને જેલમાં રૂબરૂ મુલાકાત લઈ કાનુની માર્ગદર્શન આપી સમાધાનની જોગવાઈ અંગે સમજ આપવાની શીખ આપી હતી. ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કાનુની સેવા સતામંડળ, રાજકોટ દ્વારા એ.એમ.પી. સરકારી લો કોલેજ ખાતે આજરોજ તા.૧૭ને બુધવારનાં રોજ સવારનાં ૯:૩૦ કલાકે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન, જિલ્લા કાનુની સેવા સતા મંડળ, કુ.ગીતા ગોપી દ્વારા લો સ્કુલ બેઈઝ લીગલ એઈડ કલીનીક વીથ ફોકસ ઓન અન્ડરટ્રાયલનું ઉદઘાટન કરવામાં આવેલ.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં લો ડીપાર્ટમેન્ટનાં હેડ ડો.બી.જી.મણીયાર, જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટનાં સેક્રેટરી એચ.વી.જોટાણીયા, એ.એમ.પી. સરકારી લો કોલેજનાં પ્રિન્સીપાલ ડો.મીનલબેન રાવલ, કોલેજનાં સ્ટાફ તથા લો કોલેજનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. સદરહું ઉદઘાટન કાર્યક્રમ બાદ એ.એમ.પી. સરકારી લો કોલેજ ખાતે જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટ દ્વારા ઈન્ટરનેશનલ જસ્ટીસ ડેની ઉજવણીનાં ભાગરૂપે કાનુની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટનાં ચેરમેન કુ.ગીતા ગોપી અન્ડરટ્રાયલ ઉપર ફોકસ કરવા માટે સદરહું કલીનીકનું ઉદઘાટન કરવામાં આવેલું હોવાનું જણાવેલુ તથા ઈન્ટરનેશનલ જસ્ટીસ ડેનું મહત્વ સમજાવેલું.

વધુમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને કલીનીકનો વધુમાં વધુ લાભ લેવા તથા જેલમાં જઈ અન્ડરટ્રાયલ પ્રિઝનર્સ અંગેની કામગીરી કરવા પ્રેરણા આપેલી હતી અને કાયદાકીય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને દરેક જગ્યાએ કાયદાની જાગૃતિ અંગે પ્રયાસ કરવા તથા સમાજના દરેક વ્યકિતઓને મળવાપાત્ર કાનુની સહાય અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરવા પ્રેરણા આપેલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.