Abtak Media Google News

12 જુલાઈ થી વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચ

ક્રિકેટ વિશ્વ કપ અને આવનારા સમયમાં ભારતીય ટીમને યોગ્ય અને સંતુલિત ખેલાડીઓ મળે તે માટે વિવિધ દેશો સાથેની જે દ્વિશૃંખલા સિરીઝ રમાવવામાં આવી રહી છે તેમાં અનેક યુવા ખેલાડીઓને તક મળે છે ત્યારે 12 જુલાઈ થી શરૂ થતી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત 3+2 ની ફોર્મ્યુલા સાથે મેદાનમાં ઉતરશે એવું હાલ માનવામાં આવી રહ્યું છે.

Advertisement

ત્યારે ભારતીય ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર રમશે જેમાં એક મોહમ્મદ સિરાજ અને બીજો શાર્દુલ ઠાકુર પરંતુ ત્રીજો ફાસ્ટ બોલર કોણ હશે તેના માટે ત્રણ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે જેમાં પ્રથમ સૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ, નવદીપ સૈની અને મુકેશ કુમાર. જ્યારે સ્પીનર તરીકે ભારતીય ટીમ રવિશ્ચંદ્ર અશ્વિન અને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રમાડે તેવી પણ શક્યતા છે કારણ કે વેસ્ટ ઈન્ડિઝની ફાસ્ટ વિકેટ ઉપર ભારતની ટીમ ત્રણ બોલર સાથે રમશે. એટલું જ નહીં કેરેબિયન સિરીઝ ભારત માટે ટેસ્ટિંગ સિરીઝ રૂપે સાબિત થશે જ્યાં ભારતીય ટીમ નવોદિત ખેલાડીઓને તક આપી રહ્યું છે. ટેસ્ટ , વનડે અને ટી20માં મુકેશ કુમારને લેવામાં આવ્યો છે જે સૂચવે છે કે ટીમનો ભરોસો 29 વર્ષીય બોલર ઉપર વધુ છે.

ભારત સામે 12મી જુલાઈથી શરૂ થઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે પહેલી ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડોમિનિકાના મેદાન પર યોજાનારી આ ટેસ્ટ મેચમાં જ્યાં ક્રેગ બ્રેથવેટ વિન્ડીઝ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. વિન્ડીઝ પ્રવાસની તૈયારી માટે 10 દિવસ અગાઉ પહોંચેલી ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ટ્રેનિંગ પૂરી કરીને હવે પહેલી ટેસ્ટ મેચ રમવા માટે ડોમિનિકા રવાના થઈ ગઈ છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ 2 મેચોની ટેસ્ટ સીરિઝ સિવાય 3 વનડે અને 5 ટી-20 મેચ રમવાની છે. વનડે સીરિઝ 27 જુલાઈથી શરૂ થશે જ્યારે ટી20 સીરિઝની પહેલી મેચ 3 ઓગસ્ટે રમાશે. ટીમ ઈન્ડિયા માટે પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલનું ડેબ્યૂ ફિક્સ હોવાનું માનવામાં આવે છે.

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા ( કેપ્ટન ), અજિંક્ય રહાણે ( વાઇસ કેપ્ટન ), કે.એસ ભરત ( વિકેટકીપર ), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જૈસવાલ, ઈશાન કીશન ( વિકેટકીપર ) , વિરાટ કોહલી, મુકેશ કુમાર, અક્ષર પટેલ, નવદીપ સૈની, મોહમ્મદ સીરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ .

પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ

ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લેકવુડ (વાઈસ-કેપ્ટન), એલીક અથાનાજ, તેજનારીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ ડી સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમર રોચ, જોમેલ વોરકેન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.