Abtak Media Google News

કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું આજરોજ કેન્સરને લીધે અવસાન થયું છે. ૫૯ વર્ષીય મંત્રીને ગયા વર્ષે જ ફેફસાનું કેન્સર હોવાનું માલુમ પડયું હતું. બેંગ્લોરની શંકરા હોસ્પિટલના ડાયરેકટર નાગરાજના જણાવ્યાનુસાર સોમવારે વહેલી સવારે અનંતકુમારે છેલ્લા શ્વાસ લીધા હતા ત્યારે તેમની પત્ની ત્તેજસ્વીની અને બન્ને દિકરીઓ પણ હાજર હતી.

Advertisement

અનંતકુમારના નિધનથી કર્ણાટક સરકારે રાજયમાં ત્રણ દિવસીય રાજકીય શોકની ઘોષણા કરી છે. અમેરિકા અને બ્રિટનમાં કેન્સરનું નિદાન કરાવ્યા બાદ અનંતકુમાર બેંગ્લોર પરત ફર્યા હતા. ત્યારબાદ શંકરા હોસ્પિટલમાં જ તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પાર્થિવ દેહને નેશનલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે રાખવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં આગેવાનો ઉમટી પડયા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રના આગેવાનોએ અનંતકુમારના નિધન પર શોક વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.