Abtak Media Google News
  • પરસોતમ રૂપાલાએ સુંદરકાંડના પાઠ અને દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો 

અબતક, રાજકોટ ન્યૂઝ : રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ ,રાજકોટનું સૌથી વધારે ભીડ વાળું મંદીર એટલે બાલાજી મંદિર અહીં હજારો ભક્તો દાદાના શરણે આવે છે માથું ટેકવે છે અને આ દાદા સૌ ભક્તોના દુ:ખોને દૂર કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે ત્યારે ગઈકાલે રાત્રે મંગળવારના પવિત્ર દિવસે રાજકોટ.  લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા મહાપ્રતાપી બાલાજી દાદાના દર્શને પધાર્યા હતા મંદિરના કોઠારી પૂ.મુનિવત્સલ સ્વામી દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ દાદાના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી , અહીં દર મંગળવારે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે , તો તેઓએ સુંદર કાંડના પાઠનો પણ અલભ્ય લાભ લીધો હતો અને રામધૂન પણ બોલાવી હતી આ તકે પૂ.મુનીવત્સલ સ્વામીએ દાદાનો પ્રસાદીનો હાર પહેરાવી બાલાજી દાદાના આર્શીવાદ તેમના પર અવિરત વરસતા રહે તેવા શુભ આર્શીવાદ પાઠવ્યા હતા તેમની સાથે ભાજપના પીઢ આગેવાન ચેતનભાઈ રામાણી સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.