Abtak Media Google News

અબતક, રાજકોટ ન્યૂઝ : ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ ના માર્ગદર્શનમાં કાર્યરત છે. આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્ન:વસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે.

આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીરો દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે.

આ ઉપરાંત સંસ્થા દ્વ્રારા જીવનદાન કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાત મંદ કિડનીના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરવાનું ઉમદા કામ કરી રહી છે જેના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓગષ્ટ-2018 થી ડાયાલીસીસ સેન્ટર સંચાલીત છે. જેમાં જર્મન કંપનીના હિમોડાયાલીસીસ મશીન છે. જેમાં 35 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવી રહયાં છે અને મહીનાના 300 થી 400 ડાયાલીસીસ થાય છે. આ ડાયાલીસીસ સેન્ટર  ક્રિષ્ના સાર્વજનીક હોસ્પીટલ હિંમતનગર ખાતે સંચાલીત છે.

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને એસ. આર. પી. એફ. ગુજરાત પોલીસ ઘંટેશ્વર રાજકોટના સંયુકત ઉપક્રમે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ભાગરૂપે એસ. આર. પી. એક. ગુજરાત પોલીસના જવાનો માટે કિડની અંગેની જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસ. આર. પી. એક. ગુજરાત પોલીસ ઘંટેશ્વરનાં સુધા એસ. પાંડે  જછઙઋ, ગ્રુપ-13, રાજકોટ,  એસ. ડી. ગોહિલ  એ. એન. બારડ નાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામા આવ્યો હતો તથા ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.આઈ,એન.એમ આજરા ના વિશેષ સહયોગ મળ્યો હતો તથા  વાળા ,  એ. એન. ગઢીયા  એન. ડી. જાડેજા  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ તથા સાથી ટીમે જહેમત ઉઠાવી હતી.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.