Abtak Media Google News

અમેરિકારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમણે યુનાઇટેડ કિંગડમ અને ફ્રાંસ સાથે મળીને સીરિયા પર લશ્કરી હુમલો કર્યો છે.

સીરિયાના ડૌમા શહેરમાં સીરિયા દ્વારા ગત સપ્તાહે કથિત રીતે કરવામાં આવેલા રાસાયણિક હુમલાના વળતી કાર્યવાહી તરીકે આ હુમલા કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાને રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું, “ફ્રાંસ અને યુનાઇટેડ કિંગડમના સશસ્ત્ર દળો સાથે મળીને સંયુક્ત લશ્કરી કાર્યવાહી હવે શરૂ થઈ ચૂકી છે.”

યુનાઈટેડ કિંગડમનાં વડાંપ્રધાન થેરેસા મેએ સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં બ્રિટન જોડાયું હોવાની વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, “બળનો ઉપયોગ કર્યા સિવાયનો બીજો કોઈ વ્યવહારૂ વિકલ્પ નથી રહ્યો.”

પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, આ હુમલા “સત્તા પરિવર્તન” માટે નથી.

“રાસાયણિક શસ્ત્રો હોવાની શક્યતા સાથે જોડાયેલા સ્થળોને નિશાન” બનાવવા માટે આ હુમલાના આદેશ આપવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ હુમલાનો આદેશ આપવા પાછળનો હેતુ “રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ, વ્યાપ, ઉત્પાદન વિરુદ્ધ એક મજબૂત કાર્યવાહીનું” ઉદાહરણ સ્થાપિત કરવાનો છે.

ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે કહ્યું, “આવા પગલાં (રાસાયણિક હુમલા) એ સાહસિક કૃત્ય નહીં પણ કોઈ રાક્ષસે કરેલા ગુના છે.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.