Abtak Media Google News

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી અર્પણ કરી રાષ્ટ્રીય એકતાના શપ લેવડાવ્યા: જાહેર સંબોધન બાદ વડાપ્રધાને પ્રોબેશનરી સનદી અધિકારીઓને પણ સંબોધ્યા: સાંજે ૫ વાગ્યા સુધી વડાપ્રધાનનું કેવડીયામાં રોકાણ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેવડીયા ખાતે આ ઉજવણીમાં સામેલ થયા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી અર્પણ કરી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન તેઓએ જવાનોની રાષ્ટ્રીય એકતા પરેડ નિહાળી સલામી આપી હતી. આ વેળાએ વડાપ્રધાને કહ્યું હતું કે, અનેકતામાં એકતા એ જ ભારતની ઓળખ છે.

વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આજે એક વર્ષ પૂર્ણ યું છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતિની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જાજરમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન મોદીની પણ ઉપસ્તિી રહી હતી. અહીં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો. બાદમાં વડાપ્રધાને સલામી પણ ભરી હતી.

Modi 4

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉ છું કે, હું રાષ્ટ્રીય એકતા, અખંડીતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે પોતાને સમર્પીત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાના તમામ પ્રયત્નો કરીશે, હું આ શપ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું જે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેની દુરદર્શીતા અને કાર્યો દ્વારા શકય બનાવી શકાયુ છે, હું મારા દેશની આંતરીક સુરક્ષા સુરક્ષીત કરવા માટે મારૂ યોગદાન આપવાનો સત્ય નિષ્ઠાી સંકલ્પ કરૂ છું, ભારત માતા કી જય….

રાષ્ટ્રીય એકતા પરેડમાં એનએસજી કમાન્ડોએ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. જવાનોએ વિવિધ કરતબો કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકવાદી હુમલાની મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી જેમાં પીએમ મોદીએ નિહાળી હતી. આ તકે વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધન કર્યું હતું. સાથો સાથ પ્રોબેશન સનદી અધિકારીઓને પણ સંબોધ્યા હતા. સાંજે ૫ વાગ્યા સુધી વડાપ્રધાન મોદીનું કેવડીયા ખાતે રોકાણ કર્યું હતું.

Modi 2

વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધન કરતા કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવાનું બીલ પાસ થતા સરદાર વલ્લભભાઈ પટેલની આત્માને શાંતિ મળી છે. આ નિર્ણય સરદારને સમર્પિત હતો. જે લોકો ભારત સામે યુદ્ધ જીતી શકયા ની તેઓ હાલ ભારતની એકતાને તોડવાનો પ્રયાસ કરે છે પરંતુ આ પ્રયાસો સફળ થવા દેવામાં આવશે નહીં. અનેકતામાં એકતા એ જ ભારતની નિશાની છે. ભારતમાં ક્યારેય વિવિધતામાં વિરોધાભાસ રહ્યો નથી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહ્યું કે, સરદારની વાણીમાં શક્તિ અને એકતા ઉભરી આવતી હતી. અહીં આવીને મને અસીમ શાંતિ અને ઉર્જા મળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું નિશાન છે. સાથો સાથ સમગ્ર ભારતવાસીઓનું ગૌરવ પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે કેવડીયા ખાતે આખો દિવસ વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી કેવડીયામાં આજે પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી રાબેતા મુજબ કેવડીયા પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.