Abtak Media Google News

રૂા.૧૦૧૮ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે રાજ્ય સરકાર

આવતીકાલે લાભ પાંચમના શુભ દિનથી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ૧૪૫ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. ખેતરોમાં તૈયાર થઈ ગયેલા મગફળીના પાક બાદ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે અને પારાવાર નુકશાની થવા પામી છે જે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદને કારણે મગફળીનું મબલખ ઉત્પાદન થાય તેવી સંભાવના ધ્યાનમાં રાખી ખેડૂતોને પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ રૂા.૧૦૧૮ જાહેર કરવામાં આવ્યા હતા અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન આવતીકાલે એટલે કે લાભ પાંચમના શુભ દિનથી રાજ્યમાં ૧૪૫ કેન્દ્રો પરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. બીજી તરફ દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ પણ હજુ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેતરમાં મગફળીના પારા પલળી ગયા છે અને ખેડૂતોને પારવાર નુકશાની થવા પામી છે આજે રાજકોટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ એવું નિવેદન આપ્યું હતું કે, કમોસમી વરસાદમાં મગફળી પલળી જવાની ઘટનામાં ખેડૂતોને થયેલી નુકશાનીમાં રાજ્ય સરકાર દ્વારા સર્વેની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.