Abtak Media Google News

બ્રહ્માંડ રહેલા તમામ જીવોની શક્તિનો મૂળ સ્ત્રોત સુર્ય હોવાનું આપણા પુરાણોમાં લખાયું છે. સૂર્ય પૂજા તથા સુર્ય નમસ્કાર જેવી વિધીઓ આ દાવાનાં બોલતા પુરાવા છે. આખા બ્રહ્માંડને ઉર્જા આપનારા સુર્ય નારાયણ શું તમારા ઘરમાં અંધારામાં ઓજસ પાથરી શકે? જીહા આ બહુ જુની અને કદાચ નવા જમાનામાં અલિપ્ત થઇ ગયેલી પરંપરા હશે જે હવે પુન:જીવિત થઇ રહી છે, સોલાર એનર્જીનાં રૂપમાં..! સુર્યમાંથી ઇલેક્ટ્રિસીટી કે ગરમી ઉત્પન્ન કરવાનાં હવે ભારતમાં મોટાપાયે પ્રયાસો શરૂ થયા છે, જેની સફળતાથી ઉત્સાહિત થઇને સરકારે સૌર ઉર્જાને પેટ્રોલ, એટોમિક એનર્જી,, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી કે કોલસાના વિકલ્પ રૂપે સ્વીકારવાનું અભિયાન ચલાવ્યું છે. જે ભારતને આગામી દાયકાનું મજબુત ઇકોનોમી ધરાવતું, શ્રેષ્ઠ પર્યાવરણ ધરાવતું, રાષ્ટ્ર બનાવશે.

આંકડા જોઇએ તો 2021 મા ભારત રિન્યુએબલ એનર્જીનાં ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જુન-2021 માં દેશના વડાપ્રધાને જણાવ્યું કે દેશ માં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં છેલ્લા પાંચ વર્ષમાં 250 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન કદાચ અહીં યશ લેવાનો પ્રયાસ કરતા હોય પણ સૌર ઉર્જાના મામલે કોંગ્રેસની સરકાર પણ પહેલેથી જ હકારાત્મક હતી અને હાલની સરકારે એ સરકારનાં પ્રયાસોને રાજકિય વાડાબંધીથી દૂર રાખીને તેને આગળ ધપાવવાનું ચાલુ રાખીને દેશનું મોટું હિત કર્યુ છે. કદાચ આ એવું ક્ષેત્ર છૈ જેમાં દેશની આગળ વધતી ઇકોનોમીની સથે સુધારો થવાની ઉજળી તો રહેલી છે. જેમ દેશની ઇકોનોમી મજબુત બનશે તેમ વીજળીનો વપરાશ વધવાનો છે. 2040 માં ભારતમાં વીજળીનો વપરાશ 15280 ટેરા વોટ પ્રતિ કલાક થવાનું અનુમાન છે. જે 2012 માં 4926 ટેરા વોટનું હતું. એપ્રિલ-2020 થી જુન-2021 સુધીમાં આ ક્ષેત્રમા 10.28 અબજ અમેરીકન ડોલરનું નવું વિદેશી મુડીરોકાણ ભારતમાં થયું છે. હજુ બીજું 75 અબજ ડોલરનું યુ.એ.ઈ તરફથી થવાની સંભાવના રહેલી છે.

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતમા 2028 સુધીમાં નવું 500 અબજ ડોલરનું વિદેશી મુડીરોકાણ જમા થશૈં. ઓક્ટો-21 માં ભારત વૈશ્વિક સ્તરે પોતાનું આધિપત્ય તથાવત રાખવામાં સફળ થયું હતું.2021 નામ નવેમ્બર મહિના સુધીનાં સરકારી આંકડા બોલે છે કે ભારતે 48.556 ગીગા વોટ ક્ષમતાનાં સોલાર પાવર સ્ટેશન ઉભા કર્યા છે. સરકારનો ટાર્ગેટ 2022 નાં અંત સુધીમાં 20 ગીગા વોટ ની સ્થાપના કરવાનો હતો જે ક્યારનો ચાર વર્ષ પહેલા હાંસલ થઇ ગયો છે. જો કે હાલમાં ભારતમાં વપરાતી કુલ વીજળીનાં માંડ ચાર ટકા વીજળીનો ઉપયોગ સૌર ઉર્જા આધારિત છે અને 70 ટકા ઉપયોગ કોલસા આધારિત છે. આ આંકડાને વહેલી તકે નીચો લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. જો કે દેશમાં વીજળીનો વપરાશ દર વર્ષે સરેરાશ છ થી આઠ ટકાના દરે વધી રહ્યો છૈ. જેના કારણે સરકારને મોટા આયોજનો કરવા પડે છે. આ ઉપરાંત સરકાર કુ્રડતેલનું આયાત બિલ જે કુલ આયાતનાં 80 ટકા સુધીનું છે તે ઘટાડીને 65 ટકાથી નીચે લાવવાનું લક્ષ્યાંક ધરાવે છે જેના કારણે ખાનગી ઇલેક્ટ્રિક વાહનોથી માંડીને સરકારી વાહનોમાં ઈવીને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ ચલાવાય છે. પણ સામાપક્ષે વીજળીનું ઉત્પાદન પણ વધારવું પડે તેમ છે.આમતો લોકડાઉનનાં સમયગાળામાં ભારતનો વીજળીનો વપરાશ ઘટ્યો હતો. પરંતુ જુલાઇ-22 થી ફરી તેમાં વધારો થવા માંડ્યો છે.

ઓગસ્ટ-21 માં વીજળીનાં વપરાશમાં 18.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કુલ 129.51 અબજ યુનિટનો વપરાશ થયો હોવાનું જાણવા મળે છે. જે અગાઉનાં 111.52 અબજ યુનિટની સરખામણીઐ આ આંકડો વધવાનું કારણ દેશમાં લોકડાઉન બાદ જનજીવન વધુ સક્રિય થઇ રહ્યું હોવાનાં તથા લોકો બમણા જોરથી કામ કરી રહ્યા હોવાનાં સંકેત મળે છે. આવનારા દિવસોમાં ભારતની વીજળી વપરાશ હજુ વધશૈ તેથી આ અવકાશને પહોંચી વળવા માટે અવશ્ય મોટા આયોજનો કરવાં પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.