Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુર્વણ જયંતિ વર્ષ નિમિતે પૂર્વ કુલપતિઓ, પુર્વ કુલનાયકો, પૂર્વ કુલ સચિવો અને પૂર્વ સિન્ડેકટ સભ્યોનું સમાન કરાયું

ભૌતિકશાસ્ત્ર ભવનના વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ઓલમ્પીક અને સેમી ઓલમ્પીક સાઇઝના સ્વિમીંગ પુલ અને ઇન્ડોર શુટીંગ રેન્જનું ખાતમુહૂર્ત વજુભાઇ

સૌરાષ્ટ્ર યુનિવસીટીના પાંચ દાયકાની સંગીન શૈક્ષણિક યાત્રા સંપન્ન થઇ રહી છે તે સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતની ગૌરવપ્રદ ઘટના છે. સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના આઘકુલગુરુ ડો. ડોલરભાઇ માંકડે આરંભેલા શૈક્ષણિક યજ્ઞમાં અનેક સારસ્વતો-શિક્ષણાશાસ્ત્રીઓએ હુતદ્રવ્ય પુણ્ય કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવસીટીના સુવર્ણજયંતિ વર્ષ નીમીતે સૌરાષ્ટ્ર યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને સત્તાધિકાર મંડળો દ્વારા  યુનિવસીટીના સર્વતોમુખી વિકાસમાં યથકિચિત યોગદાન આપનાર પૂર્વ કુલપતિઓ, પૂર્વ કુલનાયક ઓ પૂર્વ કુલસચિવઓ અને પૂર્વ સીન્ડીકેટ સભ્યોઓ તેમજ સૌરાષ્ટ્ર યુનિવસીટીના સાક્ષરો અને શિષણવિદા કે જેઓ અન્ય યુનિવસીર્ટીઓમાં નિયુકત થયેલ કુલપતિઓ અને કુલનાયકનું ભાવવંદના સાથે અભિવાદન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પીઠ રાજપુરુષ કર્ણાટકના પ્રવર્તમાન રાજયપાલ વજુભાઇ  વાળા અને રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે આ કાર્યક્રમની પૂર્વભૂમિકા અને રુપરેખા વિસ્તૃત રીતે રજુ કરેલ હતી. ચૌહાણે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની પાંચ દાયકાની શૈક્ષણિક વિકાસયાત્રાના શિલ્પીઓ સર્વ ડો. ડોલરભાઇ માંકડ થી શરુ કરી આ વિસકાયાત્રામાં સહભાગી થનાર પૂર્વ કુલપતિઓ, પૂર્વ કુલનાયકશ્રીઓ, પૂર્વ કુલસચિવશ્રીઓ અને પૂર્વ સિન્ડીકેટ સભ્યશ્રીઓનો ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ કુલપતિશ્રી ડો. કનુભાઇ માવાણીએ સૌરાષ્ટ્ર યુનિવસીટને આર્થીક પ્રતિકુળતામાંથી બહાર કાઢી માળખાકિય સુવિધાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે દિશામાં યુનિવસીર્ટીને ગતિ આપી. રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયએ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની પાંચ દાયકાની શૈક્ષણિક વિકાસયાત્રાની સિઘ્ધિઓને બિરદાવી હતી. સૌરાષ્ટ્ર વિઘાર્થી ઉત્કર્ષ સમાજના ચેરમેન યશવંતભાઇ જનાણીએ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની પાંચ દાયકાની યાત્રાના સાક્ષી હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ૧૬ કુલપતિઓ સાથે કામ કરવાની તક સાંપડી છે.

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના પાંચ દાયકાની શૈક્ષણિક વિકાસયાત્રામાં સહભાગી થનાર પૂર્વ કુલપતિઓ સર્વ ડો. સીતાંશુ મહેતા, ડો. કનુભાઇ માવાણી, ડો. કમલેશભાઇ જોશીપુરા, ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, પૂર્વ કુલનાયકઓ સર્વ ડો. ડી.એમ. પટેલ, ડો. કલ્પકભાઇ ત્રિવેદી, પૂર્વ કુલસચિવઓ સર્વ બી.એફ. શાહ, જે.એમ.ઉદાણી, આર.ડી. આરદેશણા, એસ.બી. પંડયા અને પૂર્વ સીન્ડીકેટ સભ્યઓ કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના વરદહસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનીત કર્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીમાંથી અન્ય યુનિવસીર્ટીઓમાં કુલપતિ અને કુલનાયક તરીકે સેવા બજાવતા કુલપતિઓ સર્વ પ્રો. બી.એલ. શર્મા (પંડીત દયાળ ઉપાઘ્યાય શેખાવતી યુનિવસીર્ટી, શીકર, રાજસ્થાન) ડો. જતીનભાઇ સોની(સ્વર્ણિમ ગુજરાત સ્પોટસ યુનિવસીટી, ગાંધીનગર) ડો. સી.બી. જાડેજા (ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવસીર્ટી ભુજ) કુલનાયક તરીકે પ્રો. અનામિકભાઇ શાહ (ગુજરાત વિઘાપીઠ, અમદાવાદ) તેમજ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીમાંથી અન્ય યુનિવસીર્ટીઓમાં કુલપતિશ્રી તરીકે સેવા બજાવી ચુકેલા ડો બળવંતભાઇ જાની (હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવસીટી પાટણ) પ્રો. હેમાક્ષીબેન રાવ (હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવસીટી, પાટણ) તેમજ કુલનાયકશ્રી તરીકે ડો. નિદતભાઇ બારોટ (હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવસીટી પાટણ) નું પણ સમારોહમાં સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરાયું હતું.

કાર્યક્રમના અઘ્યક્ષસ્થાનેથી સંબોધતા કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની પાંચ દાયકાની કારકીર્દી રાજકોટના નાગરીક તરીકે નજીકથી નીહાળેલ છે. સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીએ છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર પ્રગતિ કરીછે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં માળખાકિય સુવિધાઓ અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓ માટે ‚ા ૧૦૦ કરોડથી વધારે ફંડ યુનિવસીર્ટી મેળવી શકીછે. તે અભિનંદનને પાત્ર છે. વાળાએ યુનિવસીર્ટીમાં રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે અને વિઘાર્થીનોસર્વાગી વિકાસ થાય તે દિશામાં યુનિવસીર્ટી અને પ્રિન્સીપાલઓ, પ્રાઘ્યાકઓ આ દિશામાં કાર્યરત છે. તે સમાજની માંગ છે. યુનિવસીર્ટીના માઘ્યમથી દેશને ઉચ્ચ શિક્ષણમાં ગુણવતાયુકત અને ઉચ્ચ ચારિત્રયવાળા વિઘાર્થીઓ યુવાનો પ્રાપ્ત બને તો ભારત વિશ્ર્વમાં અગ્રેસર થઇ શકે તેમ છે.

કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ અને રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયની ખાસ ઉ૫સ્થિતિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના વિસ્તૃતીકરણનું લોકાર્પણ, યુનિવસીટી કેમ્પસમાં યુનિવસીટી રોડથી મુખ્ય વહીવટી ભવન સુધી બનેલા સીમેન્ટ કોક્રીટના રોડ પર ટ્રાફીક ની સમસ્યા વધતા ફોર લાઇન સીમેન્ટ ક્રોકીટ રોડનું લોકાર્પણ ઓલમ્પિક અને સેમી ઓલમ્પીક સાઇઝના સ્વીમીંગ પુલ અને ઇન્ડોર શુટીંગ રેન્જનું ખાતમુહુર્ત અને તેમજ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી કેમ્પસમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરવા માટે બનાવવામાં આવેલ ચેક ડેમને વધુ ઉંડો બનાવી અને પાણીની સંગ્રહશીલ વધારવા ચેકડેમનું પુન:નિર્માણના કાર્યની તકતીઓનું અનાવરણ કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.