Abtak Media Google News

વેપારીઓને ઉઘડતો સ્ટોક, દિવસ દરમિયાન મેળવેલ સ્ટોક તથા બંધ સ્ટોકની વિગતો દર્શાવતું દૈનિક રજીસ્ટર નિભાવવા તેમજ દૈનિક હિસાબો રાખવા આદેશ

ભારત સરકારના ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા તા. ૧૩/૦૩/૨૦૨૦ના રોજ બહાર પડવામાં આવેલ જાહેરનામા અન્વયે કોવીડ ૧૯ મેનેજમેન્ટ અન્વયે માસ્ક અને હેન્ડ સેનીટાઈઝર ના ઉત્પાદન, ગુણવત્તા, વેંચાણ વિગેરેના નિયંત્રણ માટે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ હેઠળ હૂકમ પ્રસિધ્ધ કરાયેલછે. જે અન્વયે રાજય સરકારશ્રીના આવશ્યક ચિજવસ્તુ નિયમન હુકમ મુજબ રાજકોટ કલેકટર સુશ્રી રેમ્યામોહન દ્વારા એક યાદી પ્રસિધ્ધ કરી નીચે મુજબની  જોગવાઇઓનું પાલન કરવા જણાવાયું છે.

આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ આવરી લેવાયેલ તમામ વસ્તુઓ (માસ્ક, સર્જીકલ માસ્ક, એન-૯૫ માસ્ક તથા હેન્ડ સેનીટાઈઝર) નું વેંચાણ  કરતા વેપારીઓએ વેપારના સ્થળે ઉઘડતો સ્ટોક, તેમજ બંધ સ્ટોક સહિત ભાવોની યાદી દેખાય તે રીતે પ્રદર્શીત કરવાની રહેશે. ઉત્પાદક દ્વારા નિયત કરેલા ભાવથી વધુ કિંમતે વહેંચી શકાશે નહીં. આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ ઉપરોકત વસ્તુઓની સંગ્રહાખોરી કરી શકાશે નહીં. રૂા. ૧૫ થી વધુ કિંમત હોય તો કેશમેમા કે બિલ વગર વેંચાણ થઇ શકશે નહીં. વેપારીએ ઉઘડતો સ્ટોક, દિવસ દરમ્યાન મેળવેલ સ્ટોક તથા બંધ સ્ટોકની વિગતો દર્શાવતું દૈનિક રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા દૈનિક હિસાબો રાખવાના રહેશે.

ઉપરોકત જોગવાઇઓ તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમોનું /જોગવાઇઓનું ઉલ્લંઘન  કરનાર ઓછામાં ઓછી ત્રણ માસની તથા વધુમાં વધુ સાત વર્ષની કેદ શિક્ષા તથા દંડને પાત્ર ઠરશે.

2.Tuesday 2 1

સિનિયર સિટિજનોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવુ, તાવ, ઉઘરસ જણાય તો દવાખાને જવા અપીલ

તાજેતરમાં ચીન સહીત વિશ્ર્વના ઘણા બધા દેશોમાં વાયરસના કેસ અને મરણ નોંધાયેલ છે. દેશમાં પણ મરણ કેસ નોંધયેલ છે. જયારે ગુજરાતમાં હજુ સુધી કોઇ સુધી કોઇ કેસ નોંધાયેલ નથી. પરંતુ આ રોગ મોટે ભાગે સીનીયર સીટીઝન ને થવાની શકયતા વધુ રહેતી હોય છે. જેથી જીલ્લા કલેકટર દ્વારા સીનીયર સીટીઝનોને તકેદારી રાખવા જણાવવામાં આવે છે. સીનીયર સીટીઝન માટે કોરોના વાયરસથી બચવાનો ઉપાયોમાં સીનીયર સીટીઝન વ્યકિતઓને ડાયાબીટીસ, હાયપર ટેશન વગેરે જેવી બિમારીઓ હોય તેઓએ ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું, સીનીયર સીટીઝન વ્યકિતઓએ અનિવાર્ય સંજોગો સિવાય બહાર ગામ જવાનું ટાળવું, સંક્રમિત લોકો કે જેમને શરદી, ખાસી, તાવ કે ઉઘરસ જેવા લક્ષણો હોય તેમના અંતર રાખવું, જો તાવ કે ઉઘરસ કે શ્ર્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત નજીકના સરકારી અથવા ખાનગી દવાખાને તપાસ-સારવાર કરવો., સામાન્ય વ્યકિતને મળો ત્યારે પણ હાથ ન મિલાવતા નમસ્તે મુદ્રામાં અભિવાદન કરવું તેમજ બીજ જરૂરી કોઇપણ હોસ્પિટલની મુલાકાત ટાળવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.