Abtak Media Google News

ગણોદ ગામે ટ્રેકટર પલ્ટી જતાં માજી સરપંચના પતિનું મોત

ઉપલેટામાં બે અલગ-અલગ અકસ્માતોમાં ટ્રેક્ટર ચાલક સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજયાના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉપલેટાના પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેકટર સામે સામે અથડાતા નિલાખા ગામે રહેતા પિતા-પુત્ર માંથી પિતા પ્રવિણભાઈ મેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પુત્ર અમિતને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, ટ્રકસાથે ટ્રેકટર અથડાતાં ચાલક પ્રવીણભાઈ ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું અકસ્માતના બીજા બનાવમાં ગણોદ ગામ નજીક વાડીએ ટ્રેક્ટર પલટી ખાઈ જતા ડુમીયાણી ગામના માજી સરપંચ ના પતિ દિનેશભાઈ મકવાણા નું મૃત્યુ નીપજયું હતું ઉપલેટામાં થયેલા અકસ્માત ના બે બનાવોમાં બેના મૃત્યુ નિપજયાનીહકીકત પોલીસ દફતરે નોંધાતા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.