Abtak Media Google News

હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફલોર પર આઇ.સી.યુ. રાખવા મુદ્દે વિરોધ

શહેરની નામાકીત વિશ્ર્વાસ, ક્રિષ્ના, ન્યુલાઇફ, મકડી ઇવા હોસ્પિટલો સાવરથી જ બંધ રાખવામાં આવેલ છે.

Advertisement

ઇન્ડીયન મેડીકલ અસોસીએશન દ્વારા રાજયભરના ડોકટરોનો હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફલોર પર આઇ.સી.યુ. અને કાચ દુર કરવાના નિણયના વિરોધમાં અપાયેલ બંધને પગલે આજે શહેરની મોટાભાગની હોસ્પિટલો આજ સવારથી જ બંધ રહેતા દર્દીઓ પરેશાન થયા હતા.

હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફલોર પર જ આઇસીયુ અને બીલ્ડીંગમાં કાચ દુર કરવા સહીતની જોગવાઇનું અઠવાડીયામાં પાલન કરવા માટે રાજયભરની હોસ્પિટલોને નોટીસ મળતા ઇન્ડીયન મેડીકલ  એસો. ગુજરાત રાજય દ્વારા પડાયેલી હડતાલના પગલે આજ સવારથી જ શહેરની નામાકીત વિશ્ર્વાસ, ક્રિષ્ના, ન્યુલાઇફ, શુભમ મકડી, સર્મપણ, ઇવા સહીતની હોસ્પિટલો આજ સવારથી સઁપર્ણ બંધ રહેતા ઇમરજન્સી વિભાગોમાં પણ તાળા લટકતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અંગે ઉપલેટા ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. પિયુષ કણસાગરાએ જણાવેલ કે હાઇકોર્ટના મૌખિક આદેશના આધારે ગ્રાઉન્ડ ફલોટમાં જ આઇ.સી.યુ. હોવા જોઇએ એ અને કાચના ગ્લાસ દુર કરવા સહીતની જોગવાઇ લાગુ કરવા સરકારી તંત્ર દ્વારા સુચના અપાઇ છે, ત્યારે તબીબોની માન્યતા પ્રમાણે ગ્રાઉન્ડ ફલોરમાં આઇ.સી.યુ. ના અમલ કરવામાં આવે તો દર્દીઓને ઇસફેકશન લાગવાની શકયતા વધી જાય છે.

આવી અનેક અડચણો વચ્ચે સરકારે નિર્ણય લેતા પહેલા અમોને અડચણો વચ્ચે સરકારે એશો.ને સાંભળ્યા નથી છતાં પણ આવી ઘટના રોકવા હોસ્5િટલે તૈયાર જ છે. તેન સખત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ  હોસ્પિટલોના બંધના પગલે દર્દીઓને પડેલી મુશ્કેલી અંગે અમે દુ:ખદ વ્યકત કરીએ છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.