Abtak Media Google News
જિલ્લા ચૂંટણી અધિકારીના વલણ  સામે પ્રશ્ન ઉઠાવતી જનતાજનાર્દન

ચૂંટણી પંચ દ્વારા મુકત અને શાંતી રીતે ચૂંટણી યોજાઈ તે માટે  જાહેર પ્રચાર પ્રસારની કામગીરીના દાવા થાય છે.  જયારે બીજી તરફ ઉપલેટા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ અને  હોદેદારને ચૂંટણીની  જવાબદારી સોંપાતા લોકો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આડેધડ  ચૂટણીમાં કામગીરીની જવાબદારી સોંપાઈ રહી હોય તેવું એકવાર સાબીત થઈ રહ્યું છે. ચૂંટણીમાં ભાજપનાજ   હોદેદારને પ્રમાણીકતા અને નિષ્ઠાથી  ચૂંટણી યોજવા જવાબદારી સોંપાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ભારતના ચૂંટણી પંચ  દ્વારા કોઈપણ રાજકીય  પક્ષ સાથે  સંકળાયેલી વ્યકિતને ચૂંટણીમાં ફરજ બજાવી ન શકે તેવો નિયમ હોવા છતાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી આ નિયમને ધોળીને પી ગયા હોય તેવું ગઈકાલનો ઓર્ડર નિકળતા તેમાં દેખાઈ રહ્યું છે.

શહેરના વોર્ડ નં.6ના ભાજપના  પ્રેજ પ્રમુખની જવાબદારી નિભાવતા અને   નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિનાં  સભ્ય તરીકે  ભાજપમાંથી ચૂંટાયેલા ધમેશ નારણભાઈ સોજીત્રાને જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીમાં ફરજ બજાવાની જવાબદારી સોંપાતા ભારે  આશ્ર્ચર્ય સર્જયું છે.

એકપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા વ્યકિતને  ચૂંટણી જવાબદારી સોંપવામાં નહી આવે જયારે બીજી તરફ ઉપલેટામાં  ભાજપના ચૂંટાયેલા હોદેદારેને ચૂંટણીમાં ફરજનો ઓર્ડર આપતા અનેક રાજકીય  પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગે ઉપલેટા ચૂંટણી અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે   અમોએ આ  ઓર્ડર નથી  કાઢયા જિલ્લામાંથી ઓર્ડર કાઢવામાં આવે છે.  ચૂંટણી અધિકારીને વધુ પનુછતા જણાવેલ કે જે ભાજપના  હોદેદારના ઓર્ડર નીકળ્યો છે તેની તમામ વિગત અને અરજી અમે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ મોકલી આપેલ હતી જયારે જેનાં ઓર્ડર  કાઢવામાા આવ્યો છે તે કર્મચારી ધર્મેશભાઈ સોત્રીજાનો સંપર્ક કરતા તેઓએ  જણાવેલકે મે ચૂંટણી અધિકારીને અગાઉ અરજી સાથે લખાણ આપેલ તેમાં પણ મે જણાવેલ કે હું ભાજપનો હોદેદાર છું અને શિક્ષણ સમિતિના ચૂંટાયેલા પ્રતિનિધિ છું મેં ચૂંટણી પંચને કોઈ ગેરમાર્ગે દોરેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.