• 33.59 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ
  • 58.26 મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલભાઈ પ્રથમ
  • 36.25  મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ગુજરાતની જશુ ગરેજા પ્રથમ
  • 1 કલાક ર મીનીટ 30  સેક્ધડ ના સમય સાથે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસભાઈ પ્રથમ

Junagadh News

જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા  આજે  494 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. 16 મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં 532 સ્પર્ધકો નોંધાયા હતા.

સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે  33.59 મિનિટના  સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે  હરિયાણાના રાહુલભાઈએ  58.26 મિનિટના, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે   36.25 મિનિટના સમય સાથે ગુજરાતની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 1 કલાક  ર મીનીટ 30 સેક્ધડ ના સમય સાથે હરિયાણાના વિકાસભાઈ એ પ્રથમ  ક્રમ હાસિલ કર્યો હતો.

જ્યારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે હરિયાણાના અનીતા રાજપુત 36.36  મીનીટ સાથે, ત્રીજા ક્રમે  ગુજરાતના  જાડા રીંકલ  વિનોદભાઈ 37.43 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે  ગુજરાતના લાલા પરમાર 58.59 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ  મનસુખભાઈ એ 1.00.06 મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં બીજા ક્રમે ઉત્તરપ્રદેશના રંજના યાદવ 37.07  મીનીટ સાથે , ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશના  બંદના યાદવ 39.33, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે  ગુજરાતના ભાલીયા સંજય અરજનભાઈ 1 કલાક 3 મીનીટ અને 7 સેકંડ સાથે, ત્રીજા ક્રમે  હરિયાણાના રૂષીકેશ એ  1 કલાક 3 મીનીટ અને 24 સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.

16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 532 સ્પર્ધકોએ દોડ લગાવી

UP's 'Tamsi Singh', Haryana's 'Rahul' top in Girnar climb-descent competition
UP’s ‘Tamsi Singh’, Haryana’s ‘Rahul’ top in Girnar climb-descent competition

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડો. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ  રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ મેયર ગીતાબેન પરમારે  16 મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના  જોમ અને  જુસ્સાને બીરદાવ્યો હતો.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુહમંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયાસોના કારણે ગિરનાર આરોહણ અવરોહણ ની અધરી ગણાતી સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માને છે કે, ભારત દેશમાં ભાષા, પ્રાંત, ધર્મ, જાતિ વગેરે અલગ અલગ  હોવા છતા  અહીં વિવિધતામાં એકતા છે.  યુવાનોમાં  અને બાળકોમાં રાષ્ટ્રની ભાવના- એકતાની ભાવના નાનપણથી જાગૃત થાય,પ્રેરિત થાય એ માટે રમતમા ભાગ લેવું ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમણે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનના પ્રયાસોથી ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ થકી હવે રમતગમત ક્ષેત્રે ભારત અગ્રેસર બની  રહ્યું છે.

UP's 'Tamsi Singh', Haryana's 'Rahul' top in Girnar climb-descent competition
UP’s ‘Tamsi Singh’, Haryana’s ‘Rahul’ top in Girnar climb-descent competition

તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કોર્પોરેટર એભાભાઇ કરમટા, યોગીભાઈ પઢીયાર, નાયબ કમીશનર ઝાંપડા,  હીરેનભાઈ ડાભી, શીવરાજ હીરપરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના સક્રિય પ્રયાસો થી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇનામી રાશિમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તકે  સાગરભાઇ કટારીયા અને વ્યાયામ મંડળ દ્વારા ધારાસભ્યનું  સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જુનાગઢમાં અરોહણ અવરોહણ સ્પર્ધામાં મોડેલ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળ્યાં

વિજેતા બહેનોએ રૂ.1,10,000નું ઇનામ મેળવ્યું

UP's 'Tamsi Singh', Haryana's 'Rahul' top in Girnar climb-descent competition
UP’s ‘Tamsi Singh’, Haryana’s ‘Rahul’ top in Girnar climb-descent competition

જુનાગઢ ખાતે અખિલ ભારતીય પર્વતારોહણ સ્પર્ધા નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભારતભરમાંથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાંથી સ્પર્ધકોએ આવીને ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચોટીલા ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સિલેક થયેલ મોડેલ ડે સ્કૂલ સણોસરાના સાત વિદ્યાર્થીઓએ જુનાગઢ ખાતે ભાગ લીધો હતો.

જેમાંથી જુનિયર વિભાગમાં કટેશીયા અસ્મિતા રમેશભાઈ જેમણે નેશનલ કક્ષાએ ચોથુ સ્થાન મેળવી 110000 એક લાખ દસ હજાર રૂપિયાનું ઇનામ મેળવી મોડલ ડે સ્કૂલ સણોસરા અને સણોસરા ગામનું ગૌરવ વધારેલ છે, તેમજ તેમની જ મોટી બહેન નીતા રમેશભાઈ સિનિયર વિભાગમાં નેશનલ કક્ષાએ ચોથું સ્થાન મેળવી મોડેલ ડે સ્કૂલ સણોસરાનું ગૌરવ વધારેલ છે.

ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સણોસરા ગામના સરપંચ ધીરૂભાઈ જાડા તથા મોડેલ ડે સ્કૂલ સણોસરાના સ્ટાફ અને આચાર્ય ડો.મનોજભાઈ ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.