Abtak Media Google News

રસ્તા પર દબાણ રૂપ વાહનો હટાવવા NSUI ની પોલીસ કમિશ્નરને લેખિતમાં રજૂઆત

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલા પ્રજ્ઞેશ મેડીકલથી ચંદ્રમૌલેશ્વર મંદીર તરફ જતા રસ્તા પર પાનગલ્લાઓ અને ચા – પાણીની હોટલો આવેલી છે જેથી ત્યા આવતા ગ્રાહકો રસ્તા પર જ ટુ વ્હીલરો – ગાડીઓ લાંબા સમય સુધી ઉભી રાખતા હોય છે

અને રોડ પર દબાણરુપ હોટલધારકોના ટેબલો – મંડપ અને લોકોનો ટ્રાફિક પણ ખુબ હોય છે . તેમજ સાંકડા રસ્તો હોવાથી અહીયા લોકોનો કિડીયામણના લીધે સ્વાભાવિક ત્યાંથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલીઓ ઉદભવતી હોય છે અત્રે ઉલ્લેખનીય છે.

આ રસ્તા પરથી પટેલ ક્ધયા છાત્રાલયની વિધાર્થીનીઓને પગપાળાથી સ્કુલ- કોલેજ જવા માટે એક વૈકલ્પિક માર્ગ છે અને નજીક આવેલી  સ્કુલો અનેક ક્લાસીસના વિધાર્થીઓ માટે મુખ્યમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે.આ બાબત કોઈ  ધંધાર્થીને નડતરરૂપ બનવા માટે નહી પંરતુ વિધાર્થીનીઓની ફરીયાદો અને રાહદારીઓની વાસ્તવિક મુશ્કેલીઓનો આધારે  પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા એનએસયુઆઈ દ્વારા પોલીસ  કમિશ્નરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.