Abtak Media Google News

અમેરિકાના નોર્થ – ઇસ્ટ કોસ્ટમાં આવેલા ચક્રવાતના કારણે શનિવારે 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 90 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અત્યાર સુધી અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે. તોફાનના કારણે ઇસ્ટ કોસ્ટ પર રહેતા લોકોને ભારે વરસાદનો સામનો પણ કરવો પડ્યો છે. આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધી અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે. જ્યારે રેલ ઓપરેટરોએ પણ વેસ્ટ અને મધ્ય પશ્વિમમાં પોતાની સેવાઓ અટકાવી દીધી છે. વોશિંગ્ટનમાં ખરાબ હવામાનના કારણે ટ્રમ્પે ઓથોરિટીના એરપોર્ટના બદલે ડૂલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી પડી હતી.

2 15200674203 1520067381

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.