Abtak Media Google News

અબતક જામનગર-સાગર સાંઘાણી
જામનગર નાં ખાણ – ખનિજ વિભાગ દ્વારા ખનિજ નાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ ને અટકાવવા માટે હવે ડ્રોન કેમેરા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આજે જામનગર – ખંભાળિયા માર્ગે ડ્રોન કેમેરા મારફત સર્વે કરીને ખનિજ ભરેલ ચાર ડમ્પર કબ્જે કરવામાં આવ્યા હતાં.

Screenshot 4 24

જામનગર નાં ભૂસ્તર શાસ્ત્રી સુભાષ બી. જોષી ની સૂચના થી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિહ જાદવ, માઈન્સ સુપરવાઈઝર અનિલ બી.વાઢેર, પ્રતીક ડી.બારોટ અને તેની ટીમ દ્વારા આજે સવારે જામનગર – ખંભાળિયા માર્ગે ડ્રોન સર્વેલેન્સ ની મદદ થી બ્લેક ટ્રીપ ખનિજ નું અન અધિકૃત વાહન કરતા ચાર ડમ્પર ને ઝડપી લેવાયાં હતા અને પડાણા પોલીસ સ્ટેશન મા મૂકી દેવા મા અવ્યાં હતા .તથા રૂ.૪.૭૩ લાખ ની દંડકિય વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત જૂન માસ મા તાલુકા નાં વીજરખી, ચેલા, મિયાત્રા, કોંઝા, લાલપુર તાલુકાના પડાણા, જોડિયા તાલુકા નાં ખીરી અને ડોબર વિસ્તાર, બલંભા, તારાણા, જોડિયા, કાલાવડ તાલુકાના મોટા વડાળા, ધ્રોલ તાલુકાના ખીજડીયા જાળિયા માનસર, સોયાલ વગેરે ગામ મા તપાસ હાથ ધરી ને કુલ ૩૧ કેસ કરવામાં આવ્યાં હતાં.અને સરકાર ને રૂ.૩૯.૨૭ લાખ ની અવાક થવા પામી હતી.

Screenshot 3 28

જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ થી ૨૩  જૂન સુધી માં બિન અધિકૃત ખનન વહન અને સંગ્રહ ના કુલ ૮૮  કેસ કરવામાં આવ્યાં હતાં.અને રૂ.૧૧૪ લાખ ૨૯ હજાર ની સરકાર ને આવક મળી હતી.જ્યારે એપ્રિલ -૨૨ થી જૂન -૨૨ સુધી મા બિન અધિકૃત ખનન,  વાહન અને સંગ્રહ ના ૩૭ કેસ થયા હતા. જે પેટે સરકાર ને રૂ.૪૨.૩૮ લાખ ની અવાક થઈ હતી. આમ જામનગરની ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં ફક્ત ત્રણ નો ફિલ્ડ સ્ટાફ હોવા છતાં આગલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના આવકમાં અઢીસો ટકાનો વધારો થયો છે.

વધુ માં ચાલુ નાણાકીય વર્ષ મા એપ્રિલ થી જુન સુધી મા રૂ.૧૦૩૮.૫૨ લાખ ની સરકાર ને મલેસુલી આવક પ્રાપ્ત થઈ છે.જ્યારે આગલા નાણાકીય વર્ષ મા એપ્રિલ થી જૂન ૨૦૨૨ માં રૂ.૫૪૪.૦૭ લાખ ની સરકાર ને અવાક થઈ હતી.આમ ઉલ્લેખનીય છે કે આગલા વર્ષ ની તુલના મા બાઈપર્જોય વાવાઝોડા ની સ્થિતિ માં પણ સરકાર ને બે ગણી વધારે મહેસૂલી અવાક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.