Abtak Media Google News

પ્રાણીઓ આપણને ખૂબ ઉપયોગી છે. તેઓ આપણને ઘણી બધી ચીજો આપે છે. તેમાંની કેટલીક ચીજો નીચે દર્શાવી છે.

૧- દૂધ :

Food Prdct Agenciesગાય-ભેંસ જેવાં પ્રાણીઓ આપણને દૂધ આપે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, પનીર, ચીઝ, ઘી, શીખંડ, મઠ્ઠો વગેરે બને છે. દૂધ ને લીધે ભારતમાં મોટા પાયા પર ડેરી ઉદ્યોગ વિકસ્યો છે.

૨- મધ :

Mysteries Of Honey 2 1
Honey, Honeycomb, Honey Bee.

મધમાખીઓ મધ આપે છે. મધ આપણને ખૂબ શક્તિ આપે છે. મધ સૌને ભાવે છે. મધ ગુણકારી છે. તે એક ઔષધિ તરીકે પણ વપરાય છે.

૩- રેશમ :

028રેશમના કીડાઓ આપણને રેશમના તાર આપે છે. જેમાંથી રેશમી કપડાં બનાવાય છે. ભારતમાં રેશમી કાપડ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

૪- ઉન :

Colorful Wool Rollsઘેટાં, બકરાં, ઉંટ જેવા પ્રાણીઓ આપણને ઉન આપે છે, જેમાંથી ગરમ (ઉની) કપડાં બનાવવામાં આવે છે. ભારતમાં ગરમ (ઉની ) કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે.

૫- ચામડું :

Animal Skin Patterns 1ચામડું આપણને મરેલાં પ્રાણીઓની ચામડીમાંથી મળે છે, જેમાંથી બૂટ-ચંપલ-સેન્ડલ, પસર્ં, બેસ્ટ, જેકેટ, બેગ વગેરે ચામડાની વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.

૬- ખાતર :

Hestemøjમબલક પાક ઉત્પન્ન કરવા માટે ખાતરની જરુર પડે છે. ઢોરોનાં છાણ-મૂત્રમાંથી ખાતર બને છે. આ ખાતર સેન્દ્રિય ખાતર તરીકે ઓળખાય છે. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે.

૭- મોતી :

Pearl Image 3દરિયામાં અસંખ્ય છીપલાં હોય છે. છીપની અંદરથી સુંદર, ચમકતાં મોતી મળે છે. જેમનો ઉપયોગ આભૂષણો બનાવવામાં થાય છે. કેટલીક વસ્તુઓને સુંદર અને સુશોભિત બનાવવા માટે ભારતમાં થતું મોતીકામ અજોડ ગણાય છે.

૮- કોડી :

S L300દરિયામાંથી કોડીઓ મળે છે. બાળકોને કોડીઓ રમવાની બહુ મજા પડે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.