Abtak Media Google News

રાજકોટ ઈન્કમટેકસના ઈન્વેસ્ટિગેશનના વડા પંકજ શ્રીવાસ્તવને ૧૦ જીલ્લાની કામગીરી સંભાળશે

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી લક્ષી કામગીરી અર્થે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ત્યારે ઈન્કમટેકસના કર્મચારીઓની રજાઓ રદ થઈ છે. અને ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

ઈન્કમટેકસના કર્મચારીઓ પોલીસ કર્મીઓ સાથે સંકલન કરીને તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન રાજમાર્ગો પર કાળુનાળુ, કે કોઈ અન્ય મોટી પૈસાની લેવડદેવડ બહાર લાવવા માટે ડિમોનીટરીંગ કરશે.

ઈન્કમટેકસના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

અને તેઓને એરપોર્ટ, રેલવે સ્ટેશન, રાજમાર્ગો, સહિતનાં સ્થળેથી મોટી સંખ્યામાં પૈસાની લેવડદેવડ, કાળુનાણુ બહાર લાવવા કામગીરી સોપાઈ છે. એરપોર્ટ રેલવે સ્ટેશન, અને રાજમાર્ગ પર ઈન્કમટેકસના કર્મચારી અને રાજયનાં પોલીસ કર્મીઓ વચ્ચે સંકલન કરીને સફળ કામગીરી કરશે.

રાજકોટ ઈન્કમ ટેકસના કર્મચારીઓની રજા રદ થઈ હતી. તેઓની સાથે સાથે રાજકોટ ઈન્કમટેકસના ઈન્વેસ્ટિગ્રેશનના વડા પંકજ શ્રીવાસ્તવની પણ રજા રદ થઈ છે.રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશનના વડા પંકજ શ્રીવાસ્તવ બહોળો અનુભવ ધરાવે છે. અને તેના અન્ડરમાં ૧૦ જીલ્લાની કામગીરી સોંપવામા આવી છે. તેઓ દરેક જિલ્લાની ટીમ સાથે સફળ કામગીરી કરશે.

રાજકોટમાંથી ઈન્કમટેકસનાં કર્મચારી મનિષ અજુડીયા, અનન્યા મેડમ વી.એમ. ડાંગર, કૈલાશ રામ બિશનોય સહિતના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.