રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આટલા લાખ લોકોએ મુકાવી વેક્સિન

બાકી રહેલા લોકોને નજીકના કેન્દ્રમાં રસી મુકાવવા ડીડીઓનો અનુરોધ

સમગ્ર દેશ અને ગુજરાતનું રાજકોટ આજે કોરોના સામેની લડાઇ લડી રહયો છે ત્યારે આ કપરા સમયમાં કોરોનાની આ લહેરમાં કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી ખુબજ જડપથી આગળ વધી રહયુ છે. ધરવામાં આવે છે. જેમાં ગત સાંજના 5.30 વાગ્યા સુધીમાં 770ર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવેલ હતી. અને હજુ વેકસીનની કામગીરી ચાલુ છે. તથા અત્યાર સુધીમાં 45 વર્ષ થી વધુ ઉંમરના કુલ 157688 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં એક પણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી. આ રસીકરણ મહા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના કોરોના રસીકરણ માટેના નોડલ અધિકારીઓ, આરોગ્યના તાલુકા લાયઝન અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, નગરપાલિકાના ચીફઓફિસરો અને ગ્રામ્ય વિસ્તારના તમામ મેડિકલ ઑફિસરો, ક્લસ્ટર અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સતત પ્રયત્નો કરી સફળતા પ્રાપ્ત કરી છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.આ કામગીરીમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક લોક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સક્રિય રીતે ઉત્સાહભેર ભાગ લઈ લોક સેવાના કાર્યમાં મદદ કરી હતી તે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમનો આભાર માને છે.

વધુમાં જણાવવાનું કે કોઈ પણ ગામમાં કે કોઈ સમાજ સેવી સંસ્થા અથવા કોઈ લોક આગેવાન પોતાના વિસ્તારમાં સોસાયટીમાં મોટા કેમ્પ યોજવા માંગતા હોય તો તેઓ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અથવા તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.