Abtak Media Google News

શહેરમાં આજથી 18 થી 44 વર્ષના નાગરિકો માટે 100 સેસન સાઈટ ખાતે વેક્સીનની કામગીરી કરવામાં આવી રહી છે.દરેક સેસન સાઈટ પરથી 200 નાગરિકોને વેક્સીનના ડોઝ આપવામાં આવશે.વેકસીનેસન દરમ્યાન શહેરના 45 થી મોટી ઉંમરના નાગરિકો માટે 25 સેસન સાઈટ રાખવામાં આવેલ છે, જેમાં  મહાપાલિકાના 21 આરોગ્ય કેન્દ્રો સહિત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્યકુંવરબા હોસ્પિટલ, શિવશક્તિ સ્કૂલ અને ચાણક્ય સ્કૂલ (ગીત ગુર્જરી સોસાયટી) સેસન સાઈટનો સમાવેશ થાય છે.

દરેક સાઈટ પર 130 નાગરિકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે. જેમાં 100 લોકોને પહેલો ડોઝ અને 30 લોકોને બીજો ડોઝ આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધી બાદ 84 દિવસે લેવાનો રહેશે.

કોરોના પોઝિટિવ આવેલ દર્દી રીકવર થયાના 3 મહિના બાદ રસી લઇ શકશે.18 થી 44 વર્ષના લોકો માટે શહેરમાં 100 સેસન સાઈટ ખાતે વેકસીનેસનની કામગીરી કરવામાં આવશે જ્યાં દરેક સાઈટ પર 200 લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. સેસન સાઈટ દરરોજ સાંજે 5 વાગ્યે જનરેટ થશે અને તેના પરથી વેકસીનેસન સ્લોટ બુક કરવાનો રહેશે.

વેકસીનેસનનો સમય સવારે 9 થી બપોરના 1 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો રહેશે. શહેરીજનોને અપીક કરવામાં આવે છે કે વેક્સીન લેવા માટે ફાળવવામાં આવેલા સમયે જ વેક્સીન લેવા આવવું. સમય પહેલા કે સમય પછી વેક્સીન લેવા ન આવે તેવી અપીલ કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા જ રસીકરણના લક્ષ્યને પુરા કરી ત્રીજી લહેરને આવતા ડામી દેવાના આયોજનમાં રોજના 20 હજાર લોકોને રસીકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સેશન સાઈટમાં રોજ સવારથી સાંજ સુધીના આયોજનમાં વધુને વધુ લોકોને રસીનો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાનો અકસીર ઈલાજ રસીકરણનું લક્ષ્ય પુરો કરવાને જ માનવામાં આવે છે.

રસીકરણનું સુરક્ષા કવચ નવી લહેરમાં સંક્રમણનું પ્રમાણ નહીંવત અને રિકવરી રેટમાં ફળદાયી પરિણામો આપે છે. શહેરમાં 18 થી 40 વર્ષના નાગરિકો માટે 100 સેશન સાઈટ ખાતે રસીકરણની કામગીરીનો આરંભ થયો છે ત્યારે વધુમાં વધુ લોકો જેમ બને તેમ જલ્દી રસીથી સુરક્ષીત થાય તે માટેના પ્રયાસોને અમલમાં મુકીને તંત્ર દ્વારા કોરોનાને મહાત આપવાની કામગીરીમાં ભારે ચીવટતા દાખવાઈ છે.

ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યુંના સામાજીક જાગૃતિ અને તંત્રના સહિયારા પ્રયાસથી નવા કેસમાં સતત ઘટાડો અને રિકવરી રેટમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.