Abtak Media Google News

કોરોના મહામારી વચ્ચે વિભિન્ન દેશોમાં ‘સેવા સંકલ્પ’ અભિયાન થકી મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોને જીવન જરૂરી કિટ અપાઇ

વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સતત સમર્પિત વીવાયઓના સેવા કાર્યોને ‘વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ ૨૦૨૦’થી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીથી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારતમાં છેલ્લા ૬૭ દિવસ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન ધોષિત કરવામાં આવ્યું.

લોકડાઉનની ગંભીર અસરના પરિણામે અસર પામેલ શ્રમિકો, વચિતો, જરૂરિયાતમંદોની વાહરે વિશ્ર્વની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વલ્લભકુળ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી સમગ્ર ભારત તથા વિશ્વના વિભિન્ન દેશોમાં સેવા-સંકલ્પ અભિયાન આરંભાયો.

આ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદોને જીવન જરૂરી અનાજ તેમજ જીવન જરૂરી વસ્તુઓની કીટનું ખુબ મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ કોરોના વોરીયર્સને માસ્ક, હેન્ડ સેનેટાઇઝર, હેર કેપ, ઇમ્યુનીટી બુસ્ટીન્ગ કીટ જેવા સાધનોની સજજ સેફટી કીટ હજારોની સંખ્યામાં પ્રદાન કરવામાં આવી.

મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં વીવાયઓ પરિવારે રૂ. રપ લાખ તેમજ પી.એમ. ફંડમાં રૂ. ૫૧લાખ નું યોગદાન કોરોના સામે લડવા સમર્પિત કરવામાં આવ્યું. આ તમામ સેવાકીય પ્રયાસોને આવકારી યુ.કે સ્થીત વર્લ્ડ રેકોર્ડ સ્ટાર-૨૦૨૦ દ્વારા ઓનલાઇન એવોર્ડ વીવાયઓ ને સમર્પિત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.