Abtak Media Google News

સાબરમતીથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે વંદે ભારત ટ્રેન

અમદાવાદને આજે બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. અમદાવાદના સાબરમતીથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઈનટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે. સાબરમતી-જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, ફાલના અને પાલી જેવા 5 સ્ટેશને ઉભી રહેશે.

Advertisement

આ ટ્રેન સાબરમતીથી 6 કલાકમાં જોધપુર પહોંચાડશે. એટલે કે મુસાફરોના બે કલાકનો સમય બચી જશે. 8 કોચની વંદે ભારત ટ્રેનમાં અંદાજે 500 મુસાફરો આરામદાયક સવારી કરી શકશે છે. અમદાવાદથી જોધપુર વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેનને લઈ તંત્ર દ્વારા ટ્રેક પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતી કેટલીક ટ્રેનના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. તો બિકાનેર, હિસોર અને શ્રીગંગાનગર જતી કેટલીક ટ્રેનનો પણ સમય બદલવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુર અને લખનૌ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ આપ્યું છે. તો આજે જોધપુર અમદાવાદ વચ્ચે ચાલી રહેલી વંદે ભારતને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી દ્વારા આજે ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

ગોરખપુર સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. રેલવે મુજબ, ગોરખપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વડાપ્રધાન તેનો શિલાન્યાસ કરશે. આગામી સમયમાં આ સૌથી સુંદર રેલવે સ્ટેશન હશે. આ સાથે જ ગોરખપુરને ધાર્મિક શહેર તરીકે વિકસાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે 9મી જુલાઈ, 2023થી અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સજ્જ છે. જો વંદેભારત ટ્રેનની સુવિધાની વાત કરીએ તો આરામદાયક બેઠક, સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઈટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.