Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા હાઇવે ઉ૫રના બોરીયાનેશ ગામના પાટીયા પાસે ચોટીલાથી રાજકોટ જતી કારનો ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઉપર ડમ્પર ચડી જતા કારનો બુકડો બોલી ગયો હતો.

આ અકસ્માતના બનાવમાં દિવ્યાબેન અને યજ્ઞેશભાઇ કોટડીયા ઘાયલ થતા ૧૦૮ મારફતે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચોટીલા પોલીસને જાણકારી અપાતા તુરંત જ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તેઓ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.