Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના ડોળસા નજીક આવેલ બોડીદર ગામે આહીર સમાજના વીર દેવાયત બોદરનુ સ્મારક આવેલ છે જયા આગામી 25 તારીખના રોજ આહીર સમાજ દ્રારા ભવ્યાતિભવ્ય કાયઁક્મનુ આયોજન કરવામાં આવેલ છે જેમા લાખોની જનમેદની ઊમટી પડશે અને આ ઐતિહાસિક બલીદાનની ભાવનાનો જુઓ એક ખાસ અહેવાલ…..

Vlcsnap 2018 03 24 11H20M28S557ગીર સોમનાથ જીલ્લાના નાના એવા બોડીદર ગામે વીર દેવાયતબોદર નામનો આહીર રહેતો હતો. અને આ દેવાયત બોદરની એક ધમઁની માનીતી બહેન હતી. દેવાયત બોદરને ત્યા જાસલ અને ઉગો એમ બે સંતાનો હતો. આજથી 1050 વષોઁ પહેલા જેતે સમયના જૂનાગઢના રાજાએ દેવાયત બોદરની ધમઁની માનીતી બહેનના પતિ “રા” દિયાસ પર ચડાઇ કરી જેની ગાદી મેળવી અને આ ” રા” દિયાસ અને રાજપુતાણીના પરીવારનો એક જ વંશજ “રા” નવઘણને પણ મોત આપવાનુ હતુ ત્યારે “રા” નવઘણ ને કોણ બચાવી શકે અને કોણ આશરો આપે ત્યારે વીર આહીર દેવાયત બોદરને ત્યા “રા” નવઘણને ભીમો વાલ્મીકી અને વાલી વડારણ મુકવા આવે છે અને આવડી મોટી વાત પોતાના પેટમાં ન રહે તે માટે ભીમા વાલ્મીકીએ વાલી વડારણ પાસે કટાર મંગાવી અને પોતે શહીદ થઇ ગયા.

Vlcsnap 2018 03 24 11H21M07S669ત્યારબાદ “રા” નવઘણ દેવાયત બોદરને ત્યા મોટો થવા લાગ્યો અને ફરી એકવાર જૂનાગઢના નવાબને જાણ થઇ કે પોતાનો શત્રુનો વંશજ બોડીદર ગામે દેવાયત બોદરને ત્યા મોટો થાય છે ત્યારે રાજાએ બોડીદર ગામના ચોરે દેવાયત બોદરને બોલાવી પુછતા દેવાયત બોદરથી સાચુ બોલાઇ ગયુ કે “રા” નવઘણ તેમને ત્યા જ છે. રાજાના હુકમથી “રા” નવઘણને બોલાવવાનું કહેલ ત્યારે દેવાયત બોદરે તેમની પત્ની સોનબાઇને એક ચીઠી લખી કે “રા” રાખીને વાત કરજે એટલે સોનબાઇ દેવાયત બોદરની વાત સમજી ગયા અને “રા” નવઘણનો જીવ બચાવવા પોતાનો દિકરો ઉગોને રાજા પાસે મોકલી દીધેલ. રાજાને શંકા જતા સોનબાઇને “રા” નવઘણ બનીને આવેલ દિકરાનુ માથુ તલવારથી કાપી નાખવા કહેલ અને સોનબાઇએ શરીરથી માથુ વેઢી નાખ્યુ છતા પણ રાજાને શંકા જતા સોનબાઇને કપાયેલા મસ્તકની આંખો પરથી ચાલવાનું કહેલ અને તે પણ રાજાને શંકા ન જાય તે માટે સોનબાઇ એ કયુઁ.

Vlcsnap 2018 03 24 11H21M19S700આમ આ રીતે દેવાયત બોદરની ઘરે આશરે આવેલ ” રા” નવઘણ નો જીવ બચાવવા પોતાના દિકરાનુ બલીદાન આપી દીધુ એ આ આહીરવીર દેવાયત બોદર છે. ત્યારબાદ “રા” નવઘણને સૌરાષ્ટ્રનો આહીર સમાજને ભેગો કરી જૂનાગઢની ગાદી પર ચડાઇ કરી ફરીથી રાજ સોપ્યુ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.