Abtak Media Google News

ધર્મેશ મહેતા, મહુવા:

ચોમાસાની ઋતુ તો ચાલી ગઈ પણ તંત્રની રોડ-રસ્તા મામલે ઘોર બેદરકારો છતી કરતી ગઈ છે. ઘણા શહેરો અને ગામડાઓમાં હજુ પણ રસ્તા પર મસમોટા ભુવા યથાવત છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરની બાયપાસ આવેલી નેસવડ ચોકડીના રોડ-રસ્તાઓની પણ કઈક આવી જ હાલત છે. નેસવડ ચોકડીના રોડ-રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓમાં વાહનોએ ‘ડાન્સ’ કરતાં કરતાં પસાર થવું પડે છે.

તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. આ રોડ-રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાડાઓમાં ગટરોના પાણી ભરાઈ જતાં અનેક લોકોના વાહનો ફસાઇ જાય છે. ખુલ્લી ગટર હોવાના કારણે પાણીનો નિકાલ ન થતા ખાડોઓમા પાણી ભરાઈ જાય છે. બિસ્માર રસ્તાનો પ્રશ્ન આજકાલનો નહીં વર્ષો પુરાણો છે. જ્યારે પણ ચોમાસાની ઋતુ આવે ત્યારે આ રસ્તાની રામાયણ હોય છે.

વરસાદ બાદ તંત્ર દ્વારા કપસી નાખી ખાડાઓ બુરવામા આવે છે. પરંતુ ખાડાઓ બુરવાથી રસ્તાઓની પરિસ્થિતિ “જેસે થે વેશે હી” હાલતમાં જ હોય છે. લોકોને આ રોડ પરથી પસાર થવું હોય તો “સૌ વાર” વિચાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બિસ્માર રસ્તાઓ હોવાથી કમરનો દુખાવો,મણકાનો દુખાવો પણ થાય છે. અકસ્માતનો પણ ભય રહે છે. અનેક વખત રજૂઆત કરવા છ્તા બિસ્માર રસ્તાનું નીરાકરણ આવતું નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આવ્યા તો રસ્તા તત્કાલીન બનાવવા પડ્યા

તાજેતરમાં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક રાતો-રાત રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. આવું કેમ..?? કોઈપણ રાજકીય નેતા મહુવા આવાના હોય ત્યારે રાતો-રાત રોડ-રસ્તાઓ બની જાય છે. તો પછી જનતાની રજૂઆતને પગલે કેમ કઈ થતું નથી..? તેમ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ પરથી કહી શકાય કે તંત્રને પાપે જનતા હેરાન-પરેશાન છે.

તંત્ર દ્વારા આ બિસ્માર રસ્તાઓનું સમારકામ ક્યારે કરવામાં આવશે..? તેવો લોકોમાં પ્રશ્નો ઉઠવા પામ્યો છે. વાહનચાલકો રોષે ભરાયા છે. આ રોડ માર્ગ મકાન વિભાગ, તેમજ નેશનલ ઓથોરિટીમાં આવતો હોય તો નેશનલ ઓથોરિટી ધ્યાન આપે તો જેથી કરીને આ રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ આવે. તો હવે તંત્ર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.