Abtak Media Google News

285 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરનાર કલાકારે ત્રણ દિવસ પહેલા પરિવાર સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો

 

અબતક, રાજકોટ

વિતેલા વર્ષોથી લગભગ દરેક ફિલ્મમાં એક ચહેરો જોવા મળતો હતો અને તે નામ રમેશ દેવનું હતું. હિન્દી તેમજ મરાઠી રંગભૂમિના દિગ્ગજ અભિનેતાનું 93 વર્ષની જૈફ વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. પરિવાર સાથે ચાર દિવસ પહેલા જન્મ દિવસ ઉજવ્યો હતો.

આનંદ, કોરા કાગઝ, સરસ્વતી ચંદ્ર, જીવન મૃત્યું જેવી વિવિધ હિટ ફિલ્મોમાં તેને અભિનય આપ્યો હતો. ચાર દાયકાની અભિનય યાત્રામાં 285 થી વધુ ફિલ્મો કરી હતી. રમેશ દેવે મરાઠી રંગભૂમિત, ફિલ્મો, હિન્દી ફિલ્મોમાં સુંદર અભિનય આપ્યો હતો.

રમેશ દેવનો જન્મ 30 જાન્યુ. 1929 કોલ્હાપુરમાં થયો હતો. તેમની પ્રથમ ફિલ્મ  રાજશ્રી પ્રોડકશનની ‘આરતી’ હતી. પોતાની લાંબી કેરિયરમાં અમિતાભ, રાજેશખન્ના, શત્રુઘ્ન સિન્હા જેવા વિવિધ સિતારા સાથે કામ કરેલ હતું. રમેશ દેવ અને સીમા દેવ પત્ની-5ત્નીની જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. ફિલ્મ ઉઘોગમાં પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. ગૃહસ્થી, તકદીર, આનંદ, મેરે અપને, સંજોગ જેવી પારિવારિક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.

150 થી વધુ ફિલ્મો અને મરાઠી નાટકોમાં રમેશ દેવે કામ કરીને સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા હતા. 1955 થી 2022 સુધી લાંબી યાત્રામાં તેણે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શનનું કામ પણ કરેલ હતું. 1951 થી મરાઠી ફિલ્મોમાં કારકિર્દી શરુ કરી હતી. હિન્દી સિનેમામાં 1962 થી શરુ કરી હતી. 2013માં તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. છેલ્લે તેમણે 2006 માં મરાઠી ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું.

તેમના બન્ને પુત્રો ફિલ્મ અભિયન અને નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે. સામાજીક ફિલ્મોમાં તેમને કરેલા ચરિત્ર અભિનેતા ના વિવિધ અભિયનથી તેઓ દર્શકોમાં પ્રિય કલાકાર હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.